વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદો ના ફૂલ

ફોન ની રીંગ વાગે છે. કામમાં પરોવાયેલા અનીકેતભાઈએ રીંગ વાગતા ટેબલ પર પડેલો ફોન ઉપાડ્યો.
"હા, બોલ બેટા, શું થયું? કઈ કામ છે? ઉતાવળ હોય તો બોલ બાકી ઘરે આવીને વાત કરું?"
"હા વાંધો નઈ પપ્પા, ઘરે આવો પછી શાંતિ થી વાત કરીએ.આજે તમારા માટે એક સરસ સર્પ્રાઈઝ છે" પ્રાંજલ બોલી.
"હા, સારું બેટા, જય શ્રી કૃષ્ણ."
ઘર નો બેલ વાગ્યોને પ્રાંજલ દોડતી ગઈને દરવાજો ખોલ્યો.
"પપ્પા, આવી ગયા તમે. ચાલો તમે ફ્રેશ થઇ જાઓ. આપણે બધા જમવા બેસી જઈએ."
જમતા જમતા પ્રાંજલ બોલી.
"ખબર છે પપ્પા? આજે તો, મને બોર્નવિલ ગીફ્ટમાં મળી છે."
"કેમ મળી છે?"
"વિચારો વિચારો!" એ નેણ ઉલાળતા બોલી.
"મમ્મીને વધારે કામ કરાયું લાગે છે એટલે ખુશ થઈને આપી હશે મમ્મીએ," અનિકેતભાઈ બોલ્યા.
"અરે ના હવે. શું પપ્પા તમેય? સરખું ગેસ તો કરો."નિસાસા નાખતા પ્રાંજલ બોલી.
"અરે, સોરરી બેટા તું જ કઈ દેને હવે. મને ખબર નઈ પડે એમ."
પ્રાંજલ મંદ મંદ હસતી હસતી ઉભી થઈને રૂમમાં ગઈ.
"ખાવાનું પતિ ગયું ને પપ્પા, હવે જલદી થી આંખ બંધ કરો. એક મસ્ત વસ્તુ લઈને આવું છું તમારા માટે. આંખ ખોલી ના દેતા પપ્પા, આવું જ છું. મમ્મી મારી જાસુસ છે. તમે ચીટીંગ કરશો તો મને ખબર પડી જશે હોં." એ રૂમમાંથી હાથમાં કંઇક રાખી હાથ પાછળ બાંધીને બહાર આવી.
"હવે આંખ ખોલો જોઈએ પપ્પા..." જોતા જ અનિકેતભાઈ બોલ્યા,
"યેસ માય ચેમ્પ, કોગ્રેચ્યુલેશન બેટા, બોલ શું જોઈએ તારે?" બોલતા બોલતા જ એમની આંખો છલકાઈ ગઈ એમની ને તરત જ ઉભા થઈને પ્રાંજલને ભેટી પડયા.
"હવે રડશો નઈ, હું ખાલી ડોક્ટર બની છું, મારી વિદાય નથી થઇ." પ્રાંજલે મીઠો છણકો કરતા કહ્યું.
"એક મિનીટ વિચારીને કહું?....અમમ....એ હા.... એક કામ કરીએ. આપણે ત્રણેય જણા આંદામાન નિકોબાર ફરવા જઈએ. કદાચ પછી હવે વેકેશન ના પણ મળે, તો જતા આવીએને. તમને બહુ ગમે છે ને એ જગ્યા?"
"એઝ યુ સે માય ચેમ્પ. ચલ આ જ મહીને જઈ આવીએ" તરત જ અનિકેતભાઈ બોલ્યા
"જોવો પપ્પા કેવું નાનું નાનું દેખાય છેને બધું." પ્લેનમાં બેસીને પ્રાંજલ પપ્પાને કહેતી હતી.

અચાનક ફોનની રીંગ વાગીને પ્રાંજલની ઊંઘ ઉડી ગઈ.
"હા, મમ્મી બોલ" એકદમ ઉદાસ અવાજે બોલી.
"ચલ બેટા આજે જલદી તૈયાર થવાનું છે, આજે પપ્પાની પુણ્યતિથી છે."
"હા" એટલું બોલતાતો એની આંખમાં ઝળહળિયા આવી ગયા.
પપ્પાની યાદોએ મનને ઘેરી લીધું. હજુ કાલે જ જે ડોકટરની ડિગ્રી મળી, એ પપ્પા જોડે શેર કરવાની હતી ને સમય અચાનક બદલાઈ ગયો.....


- તૃષ્ટિ પટેલ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ