વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉષ્માક્ષર હ હૂંછી છે

હિલોળે ચડતી હેલ ,

હેરાન બની હિમાયતની,

હિકાયત કહી રહી છે.

વળતું મળ્યું શું?

હડસેલાં!

અહીં માણસાઈનો હિસાબ ગોટાળે છે.

હટખટને ઓઠે હુંસાતુંશી પ્રથમ હોડમાં છે,

હસારતની હરકત હાંકી છે

હંતવ્ય માની લાગણીઓને હણી છે.

હોંશ ઉપર આડુ પાટુ,

ને હક ઉપર તો સાવ ખોટા સહી સિક્કા.

હમેશાં મારી વિનવણીને હાંસિયા પર,

હેબકાવું એ તો શબ્દોની એક એક લીટી પર.

મારી અવદશા પર હકીકતમાં,

ના હકીમ ફળ્યો, ના કોઈયે હામી ભરી.

હિજરતી બન્યો સ્વથી,

હકીર બની જીવી લેવાં દો હવે,

મારા અંતઃકરણના લાળામાં ,

ઉષ્માક્ષર હૂંછી છે.

લાગે છે કે આ હૈયાકૂટ,

મારા સ્વભાવને હિતાર્થે જ છે...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ