વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી ભીતર

મારી ભીતર ઊંડે ઊંડે

સાવ અમથું કંઇક સળવળે,


શું મારાં ગયાં પછી

મને ચાહનારુ એકાદ મળે?


તું જ છે હદયમાં સમાયો, ચકાસી લે

મારાં હદયમાં તારો જ ધબકાર મળે,


કેટલાયે જોયા રંગો અહીં,

થયું હવે સ્વર્ગનો એકાદ રંગ મારામાં ભળે,


બુઝાઈ રહી છું હું હળવે હળવે

પાંખ મારી જો હવે અહીં ટળવળે,


ચાલ્યાં જવું છે, નીરવ આકાશે

કદાચ દાવ પેચ વગરનું  કો'ક આખે આખું મળે,

છૂટે આ  કેદ ખાનું ધીમે ધીમે

ને ભાર મનને આરપાર વિંધે


ખુબ રહી તરો તાજા પડદા આગળ

એકાદ આંસુ હવે એકાંતમાં પીવા મળે,


કેટલી મળી ચાહ શતરંજની રમતમાં

જાઉં હવે હું, એકાદ જીત જો તને મળે


મારી ભીતર ઊંડે ઊંડે

સાવ અમથું કંઇક સળવળે


કહે વધુ વિલંબના કર, જલ્દી કર પ્રસ્થાન

મુક્તિ આવી ફરી મળે ના મળે.

પારુલ અમીત"પંખુડી"

15/11/ 19.










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ