વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાંઠ

એ નાદાન !

દરવખતે ઉઠતા

પીડાના ઉંહકારાને 

છેડે બાંધી 

ગાંઠ વાળી 

રાખી લેતી પાસે. .....

જાણે કોઈ અમૂલ્ય ચીજ 

સાચવતી  હોય એમ. ..

ગાંઠ પર ગાંઠ !...ગાંઠ પર ગાંઠ.!

કંઈ કેટલીય ગાંઠો એણે 

હૈયા ના પાલવે બાંધી હશે. ..

જ્યારે પણ એ શાન્ત થઈ 

આરામ કરવા બે પળ માટે 

આડી પડતી , તો ...એ  ગાંઠો ,

મોટા ગંઠોડા નું  રૂપ 

ધારણ કરી 

એના હૈયાને 

એવી તો ભીંસ આપતી 

કે એ  છૂટવા માટે 

રીતસર તરફડીયા મારતી 

એની આ દશા ને 

લોકો યથોચિત મૂલવતા ,

પણ એ...એ તો કોઈ  

નોખી માટીની જ ઘડાયેલી હતી 

સાહિત્યનો જીવ એવી એણે 

દિવસ ઉગતા રોજ ભેટમાં મળેલ 

જીર્ણ, રૂઢિગત ,ગંધાતી અને 

તિરસ્કૃત અભિવ્યક્તિઓની 

વરસો જૂની ગાંઠો ને 

મુક્ત કરવાના આશયથી 

છંદો માં અંકિત કરી 

ગઝલ, ગીત કે અછાંદસ બનાવી 

કાગળ પર ખોલવા માંડી 

સમાજ બદલાયો હતો છતાં, 

આ એક સ્ત્રીની  રચના છે એમ માની અથવા તો 

અપરાધ ભાવ છતો ન થાય એ બીકે 

ક્યારેય કોઈ પુરૂષ વાચક વર્ગ 

સ્વીકારી ન શક્યો 

કાગળ પર અંકિત 

એ સાચી અભિવ્યક્તિઓ 


©️હેમશીલા માહેશ્વરી.'શીલ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ