વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણયગીત


ટગર ટગર મારી આંખો અઢળક સવાલો પોતાનામાં ભરીને દૂર આકાશમાં રાતના અંધારામાં સફેદ રોશનીથી ઝળહળી ઉઠતાં એ ઈશ્વરના અલૌકિક દૃશ્યને નિહાળી રહીં હતી.  ત્યાં જ એક અવાજ જેને મારા અંદર ચાલી રહેલા વિચારોના વંટોળોને વિખેરી નાંખ્યા, અને એને મારુ ધ્યાન એની તરફ કેન્દ્રિત થયું,

એ અવાજ હતો ..

ગીત નો...ખૂબ જ સુંદર ગીત વાગતું હતુ,


"એક પ્યાર કા નગમાં હૈ, 

મોજો કી રવાની હૈ,

ઝીંદગી ઔર કુછ ભી નહીં,

તેરી મેરી કહાની હૈ"


 ત્યાં જ મારી નજર સામે ભૂતકાળની બધી સ્મૃતિઓ તરવરી ઉઠી. મારા હૃદયના ધબકારા વધી ગયા અને હું એકદમ જ મારી અગાસી ઉપર  પાથરેલી પથારી ઉપર બેઠો થઈ ગયો.આ ગીત સાથે જોડાયેલી યાદોને હું એક પછી એક મારા માનસપટ ઉપર ચીતરવા લાગ્યો..


4એપ્રિલ,2018..

 મેં વિચાર્યું જ નહોતું કે મારા જેવી વ્યક્તિ જે સેલ્ફમોટિવેટેડ, એકદમ બિન્દાસ અને જેના જીવનમાં દૂર દૂર સુધી પ્રેમનો ક્યાંય સમાવેશ જ નહોતો એ વ્યક્તિને કોઈ વ્યક્તિ એક નજરમાં જ ગમી જશે, અને એ વ્યક્તિ મારા જેવી વ્યક્તિ માટે ની પ્રેમની પરિભાષા જ બદલી નાખશે.

      એ દિવસ  ઓફિસમાં ખૂબ જ કામ હતું. અને મારે જવાનું હતુ મારા બેસ્ટ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં.ના..નાં!...મને જ બધુ કરવાનું હતું એટલે ઉપરાછાપરી ફોન પણ આવતા હતા. હું ફટાફટ ઓફીસેથી ભાગવાની તૈયારીમાં હતો. અને અચાનક મારા ઓફીસનાં દરવાજા ઉપર ગ્રીન સલવાર , પિંક કમીઝ પહેરેલી અને એક હાથમાં એક કડું અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલી દેખાવમાં ખૂબ જ સરળ અને સુંદર સ્ત્રી ઉભેલી મારી નજરે ચઢી.

       એની નજર કોઈકને શોધી રહી હતી! પરંતું એકાએક ખબર નહીં મને શું થવા લાગ્યું! મારી નજર એની ઉપર જ સ્તબ્ધ થઈ ગઈ. કઇક અલગ જ આકર્ષણ હતું એની આંખોમાં!  


        "હેલો!  તમને કોઈ મદદ જોઇએ છે?" પછી ફરીથી થોડું અચકાતા મારાથી બોલાઈ ગયું, 

     "ઇફ..યુ..વોન્ટ ..!!!!"

    ત્યારે જ સામેથી ખૂબ જ મધુર અવાજ મારા કાને ચઢ્યો,

      "આઈ વોન્ટ ટુ મિટ મિસ્ટર. શિવમ!"

    

       "અરે.. આ તો મને જ મળવા આવી છે

 પણ એટલી સુંદર અને સુશીલ સ્ત્રી આ જગ્યા એ??" હું મનમાં બબડયો

 

પછી આમ તેમ જોતા હું તરત બોલી ઉઠ્યો,


        "હું જ શિવમ છું"

   

  અને પછી તેણીને હું મારી કેબિન તરફ દોરી ગયો. મારા મનમાં કઈક અલગ જ લાગણીઓ આકાર લઈ રહી હતી. મારા જાણ બહાર જ ..મને એ યુવતી માટે અત્યંત જ પોતાપણું લાગવા લાગ્યું. કોઈ સ્ત્રી માટે આવી લાગણી પહેલા કયારેય નહોતી થઈ જે યુવતીને ફક્ત જોતા જ એના માટે થવા લાગી હતી. મારા મનમાં રચાતા હવાઈ કિલ્લાઓ ને તોડતો એ મધુર અવાજ ફરીથી મારા કાને ચઢ્યો,

       "કાજલ...મારુ નામ.હું અહીંયા મારા ડિવોર્સ માટે તમને મળવા આવી છું."



"શું???"

       મારા થી એકદમ જ બોલાઈ ગયું.


"તમે ડિવોર્સ ?"


 કાજલ: 

      "હા,મને પણ આવું જ કંઈક થયું હતું જયારે મેં આ નિર્ણય લીધો હતો..પણ ..વેલ લાઈફ ઇસ અન્ફેઅર.

સો...મેં ઘણાબધાના રેફરન્સ લીધા. તમે ખૂબ ઉત્તમ વકીલ છો એવું જાણવા મળ્યું છે . તો હું ચાલી આવી તમારી પાસે. શુ તમે મારો કેસ લડશો?? મારા પતિ મને ડિવોર્સ આપવા તૈયાર નથી. અને હું તેમની સાથે રહેવા માટે.."

      ત્યાં જ મારા ફોનમાં રિંગ વાગી..મેં ફોન કટ કરીને મેસેજ ડ્રોપ કરી દીધો 

     "ઇન ઈમ્પોર્ટન્ટ મિટિંગ. કોલ મી લેટર."

 

    મારું ધ્યાન તો એ યુવતી ઉપર જ હતું પરંતું મારો હાથ ફોનમાં આ બધું ટાઇપ  કરતો હતો. હા! ખૂબ જ અલગ વ્યક્તિત્વ હતું મારુ! 

       "હું શું કરી રહ્યો છું અહીંયા?? ત્યાં મારી બધા રાહ જોવે છે અને હું અહીંયા...કેમ બેઠો છું કેમ આજે આ યુવતી મને આટલું બધું આકર્ષી રહીં છે?"  હું કશું જ સમજી ન શક્યો

      પછી અમુક ક્ષણનાં મૌન પછી મેં સ્વસ્થ થતા બોલ્યો,

   "મેડમ! ઇફ યુ ડોન્ટ માઈન્ડ આપણે કાલે મિટિંગ રાખીયે?? આજે થોડું કામ છે એટલે.."


મેં એની આંખોમાં એના નકારને સ્પષ્ટપણે વાંચી તો લીધો.  પરંતુ તેણે મને ફકત,"ઓકે " માં ઉત્તર આપ્યો.


     હું ત્યાંથી પાર્ટીમાં જાવા નીકળી ગયો પણ મારું મન કાજલના વિચારોમાં ખોવાઈ ગયુ હતું. શુ થયું હશે તે જાણવાની તાલાવેલી મારા મનમાં વધતી રહીં.


બીજા દિવસે  કાજલ સવારે જ મારા ઓફિસે આવી ગઈ હતી. અને અમારી વાત આગળ ચાલી. મેં એને મને પુરી માહિતી  આપવાનું કહ્યું જેથી હું આગળ કંઈક પ્રોસીજર કરી શકું. ત્યારબાદ કાજલ એક પછી એક મનમાં ચઢાવેલા આવરણ ઉતારતી ગયી,

 વાત એમ બની હતી કે

કાજલ અને મયુર નાનપણથી સાથે જ હતા. અને મોટા થયા પછી એ બન્ને મિત્રો એ આ મિત્રતાને સગપણમાં ફેરવી લીધા. કાજલને મયુર માટે લાગણી તો હતી પણ તેને હંમેશા કઇક ખૂટતું હોઈ તેવુ જ લાગ્યા કરતું હતું. તેના માટે પ્રેમ એક એવો અહેસાસ હતો જ્યાં મનની મોકળાશ હોઈ, જ્યાં આઝાદી હોઈ, જ્યાં એકમેકના માટે ખીલી ઉઠતા પ્રેમ માં કોઈ જ અપેક્ષા ન હોઈ, જ્યાં માત્ર પ્રેમ નો જ સમાવેશ થતો હોય! પણ... એ શક્ય જ નહોતું. કારણકે મયુર પણ તેને નાનપણથી ખૂબ પ્રેમ કરતો હતો પણ તેના પ્રેમમાં તેને ખૂબ શંકા હતી તેને હંમેશા ડર હતો કે કાજલ તેને છોડી ને જતી રેહશે. અને પછી તો લગન થયાં તેમતેમ તેનો પ્રેમ કયારે શંકામાં પરિવર્તિત થઈ ગયો તે તેને પણ ખબરના પડી. તે હિંસક થવા લાગ્યો. નાની નાની વાતો માં કાજલ પર વહેમ કરવા લાગ્યો. છૂટ થી કશે જ કાજલને આવા જવાની છૂટ જ નહોતી મળતી. બસ મયુર ને તો કાજલને એનાં ઘરના પિંજરામાં જ પુરી ને રાખવી હતી. કદાચ એટલે જ કાજલને અધૂરપ લાગતી હતી. એટલે પછી કાજલે નિર્ણય લઈ જ લીધો હતો કે હવે આ બંધન માંથી મુકત થવું જ છે.

    શિવમ ખૂબ હુશિયાર વકીલ હતો તેથી તેણે તેની ઓળખાણ લગાવી અને કાજલને એ બંધન માંથી મુકત કરાવી..

        ત્યાર પછી કાજલ અને શિવમ અવરનવર એક બીજા ને મળવા લાગ્યા. અને તેમની એ દોસ્તી કયારે પ્રેમમાં બદલાઈ ગયી તે બન્નેને ખ્યાલ ન રહ્યો. એક દિવસ જયારે બન્ને એકબીજાના હાથમાં હાથ નાખીને આજ ગીત સાંભળતા હતા ત્યારે શિવમે ઢીંચણ ઉપર બેસીને કાજલને  પ્રપોઝ કર્યુ. પણ ત્યાં જ અચાનક કાજલ શિવમનો હાથ છોડીને જતી રહીં અને દિવસો સુધી ક્યાંય ન દેખાઇ. એ શિવમની નજરથી જાણે ઓઝલ થઈ જ ગઈ. શિવમે ખૂબ પ્રયાસ કર્યા કાજલને શોધવાના પણ તે આજે 3 વર્ષે પણ ક્યાંય હજી દેખાણી નહીં. શિવમ ના આંખો માં રોજ એ જ સવાલો ઊભા થતા અને એની રાહ જોતો એ બેઠો રહેતો. અજબ ની ઘેલછા હતી કાજલની આંખોમાં..

 અને આજે ફરી થી એ જ ગીત ..એને કાજલ ક્યાંક આસપાસ હોવાનો અહેસાસ થયો તે તરત ઉભો થઇ ને તે દિશામાં આગળ વધવા લાગ્યો.. 

તેણે જેવો દરવાજો ખોલ્યો ત્યાં સામે કાજલ તેને આવીને ભેટી પડી અને બોલી ઉઠી.

    "હું તે સમય  ખૂબ જ હારી ગયી હતી પ્રેમ થી મારા માટે સ્વિકાર કરવો મુશ્કેલ હતો હું ફરી થી એ પિંજરામાં નહોતી બંધાવવા ઇચ્છતી પણ..તારા માટેનો પ્રેમ મને તારી પાસે પાછી ખેંચી લાવ્યો. તારા પ્રેમમાં ખૂબ સાદગી અને ખૂબ જ શાંતતા છે." 

    અને શિવમનાં હૃદયમા ઘર કરી ગયેલા દરેક પ્રશ્નો હવામાં ક્ષીણ થઈ ગયા અને તે કાજલ ને  જોરથી ભેટી પડ્યો..અને ત્યાં જ ગીત ની બીજી કડી વાગી..


"કુછ પાકર ખોના હૈ,કુછ ખો કર પાના હૈ,

જીવન કા મતલબ તો,આના ઔર જાના હૈ,

દો પલ કે જીવન સે,એક ઉમર ચુરાની હૈ,

ઝીંદગી ઔર કુછ ભી નહીં..

તેરી મેરી કહાની હૈ..

એક પ્યાર કા નગમાં હૈ"


ત્યાં જ બન્ને ના અશ્રુઓ એકબીજા ને સાંત્વના આપતા હોય તેમ ટપટપ વહેવા લાગ્યા..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ