વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૃગજળ

શીર્ષક  : - મૃગજળ 


????????????????????????????????????????????????


તારા આવવાની વાત , મને મૃગજળ સમી લાગે,

તારામાં મારા માટે લાગણીની વાત...

            ...મને મૃગજળ સમી લાગે..


તારા મળવાની વાત , મને મૃગજળ સમી લાગે ,

તારામાં મને મળવાની તાલાવેલી...

           ...મને મૃગજળ સમી લાગે..


આપણો સાથ સદાકાળની વાત , મૃગજળ સમી લાગે ,

મારા વિના અધૂરો તું એ વાત...

            ...મને મૃગજળ સમી લાગે..


તારો પડછાયો સદાય સાથ, વાત મૃગજળ સમી લાગે,

મારામાં તું ને તારામાં હું એ વાત...

           ...મને મૃગજળ સમી લાગે...


તારા આવવાની વાત , મને મૃગજળ સમી લાગે ,

તારામાં મારા માટે લાગણીની વાત...

          ...મને મૃગજળ સમી લાગે...


          ✍ ધ્રુપા પટેલ.


????????????????????????????????????????????????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ