વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજની નારી

હૃદયમાં હામ રાખી ચાલનારી આજની નારી;

કદી ના દુઃખમાં પણ હારનારી આજની નારી. 


કરે મા બાપની સેવા હૃદયથી જિંદગીભર એ; 

હૃદયમાં લાગણીઓ રાખનારી આજની નારી.


ભલેને આધુનિક યુગ લાગતો આજેય વખ જેવો; 

છતાં હિંમત કરીને જીવનારી આજની નારી. 


નથી કોઈ હવે ડર આવનારી આફતોનો પણ;

હવે તો હર ક્ષણોને જીતનારી આજની નારી. 


હૃદયમાં તો વહે છે પ્રેમનો સાગર સદા મિત્રો; 

જીવનમાં સૌને આદર આપનારી આજની નારી. 


બને ક્યારેક રણચંડી બને ક્યારેક મીરાં પણ;

સમયને કાયમી સંભાળનારી આજની નારી. 


-ઉમેશ તામસે 'ધબકાર', 

   વ્યારા (તાપી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ