વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીતરનું નગર

છોને આવે આંધી તોફાનો ના ડર;

રાખ તું વિશ્વાસ ખુદ પર બેફિકર.


ખૂબ સુંદર છે આ ભીતરનું નગર;

કરજે  હંમેશા  તું ભીતરમાં સફર.


જિંદગી  છે  સાવ  ટૂંકી માનવી;

જિંદગીને તું ખુશીઓથી દે ભર.


હોય જો માનવતા તારી ભીતરે;

તો તું  કરશે સૌ ગરીબોની કદર.


પ્રેમ  સૌને  આપવો જો હોય તો;

લાગણીનાં ફૂલથી ભર તું જિગર.


-ઉમેશ તામસે 'ધબકાર',

  વ્યારા (તાપી) 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ