વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ નામ રટણ



કોને ખબર પડે છે અહીં દુનિયાના દગાની,

બસ મનની કંઇક વાત હતી અહીં કહેવાની...


રસ ભર્યા સપનાઓ સાચવી રાખ્યાં ફૂલ સાં,

એ ફૂલથી જ બન્યા છે હાર, વીંધાવા રહ્યા સદા તૈયાર...


કશું ખીલે મુજ મન મહી, કે રમવું છે તુજ નામ થકી,

શરણે રાખો બાળ સમાન, કે જાવું નથી હવે જગ ભણી...


હવે નથી રહ્યો કોઈ મોહ મુને, તારા સિવાય જગમાં,

બસ કૃષ્ણ નામ રટણ મળે, સર્વ પામ્યું આ જગમાં...



મેઘ - મેધા પંડ્યા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ