વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્માઈલ

રસ્તામાં ચાલતી વખતે અચાનક વર્ષો પહેલાંનો

જૂનો મિત્ર દેખાઈ જાય ;

તો...તો જરીક 'સ્માઈલ' તો આવી જ જાય !


વર્ષોથી બંધ એ કબાટમાં કશુક સંતાયેલું હોય ;

ને,

ભેદ ખોલી દે એવો,

પ્રેમના પ્રથમ મિલનનો

એ કાગળ હાથ લાગી જાય ;

તો...તો જરીક 'સ્માઈલ' તો આવી જ જાય !


અમસ્તા ખીલેલી સંધ્યાને જોવાનું મન થાય,

પણ બારી માંથી ચાંદની પોતે -

એક સોનેરી કિરણ મૂકી જાય,

તો...તો જરીક 'સ્માઈલ' તો આવી જ જાય !


ક્યાં સુધી મુઠ્ઠીમાં અકબંધ રહેશે લાગણીઓ

વાવો બીજડાં ને એમાં 'કવિતા' ઉગી જાય,

તો...તો જરીક 'સ્માઈલ' તો આવી જ જાય !


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ