વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પા

પપ્પા

પપ્પા મેં તમને, મોટા થતા જોયા છે,

કાળામાંથી વાળ, સફેદ થતા જોયા છે.
શર્ટ પરથી ઝભ્ભો, પહેરતા થતા જોયા છે.

ઘરની જવાબદારીઓમાં, પરેશાન થતા જોયા છે.
મારી પોતાની ઈચ્છા , ખુશ રહેતા જોયા છે.

પપ્પા મેં તમને, મોટા થતા જોયા છે,

રહી ભૂખ્યા અમને, જમાડતા જોયા છે.
સુખે પોઢાડવા અમને, ઉજાગરા કરતા જોયા છે.

સૂરજ પહેલા ઉઠી, કામે જતા જોયા છે.
દર ઋતુઓમાં પરસેવે, તમને નહાતા જોયા છે.

પપ્પા મેં તમને, મોટા થતા જોયા છે,

ભૂખ્યા રહી પોતે, અમને જમાડતા જોયા છે.
'આંખમાં પડ્યું છે કસ્તર',કહી છાના રડતા જોયા છે.

કહીં વાર્તા, રોજ નવી, શિખામણ આપતા જોયા છે.
કરું જો ભૂલ, આંખોને મોટી, લાલ કરતા જોયા છે.

પપ્પા મેં તમને, મોટા થતા જોયા છે,

ગોગલ્સ પરથી બેતાળા, પહેરતા થતા જોયા છે.
ચુપકેથી અરીસામાં, કરચલીઓ ગણતા જોયા છે.

તૂટેલા ચપ્પલને પણ, વટથી પહેરતા જોયા છે.
એક એક સિક્કાઓથી, ગલ્લા ભરતા જોયા છે.

પપ્પા મેં તમને, મોટા થતા જોયા છે,

થાવ પાસ તો , ખુશીમાં , મીઠાઈ લાવતા જોયા છે,
પગના દુખાવા છતાં, પગપાળા કરતા જોયા છે.

વર્ષોવર્ષ એક જ, કપડામાં સજતા જોયા છે.
દિવાળીએ મુજને નવા, વાઘા અપાવતા જોયા છે.

પપ્પા મેં તમને, મોટા થતા જોયા છે,

દરેક પરિસ્થિતિમાં તમને, અડીખમ રહેતા જોયા છે.
લાડલીની વિદાઈમાં નજરો ને, સર ઝુકાવતા જોયા છે.

"સુખી થજે લાડલી", કહી, હીબકાં ભરતા જોયા છે.
કઠણ કાળજે લાડલીને, સાસરે વળાવતા જોયા છે.

પપ્પા 'નિરાલી'એ તમને, મોટા થતા જોયા છે,

અમી...(નિરાલી...)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ