વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શૈશવ

માતાનાં   ખોળામાં  રમતું શૈશવ;

કાલી   ઘેલી  વાતો  કરતું શૈશવ.


રડતું, હસતું, રમતું, ફરતું શૈશવ;

જીવનમાં  સૌ  રીતે વધતું શૈશવ. 


નાનાં - મોટાં સાથે ભળતું શૈશવ;

કોઈથી  ના  અંતર  ધરતું  શૈશવ.


સૌને  ઈશ્વર  માની નમતું શૈશવ;

તેથી   કોઈને  ના  છળતું  શૈશવ.


અર્વાચીન જગતમાં ઢળતું શૈશવ;

કોઈપણ ખૂણે ક્યાં જડતું શૈશવ! 


- ઉમેશ તામસે 'ધબકાર', 

   વ્યારા (તાપી) 


 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ