વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મન થાય છે.

મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


તારો જન્મદિવસ આજે , ઉજવવાનું મન થાય છે.

તું નથી છતાં, 'હેપી બર્થ ડે', કહેવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


પકડીને તારી આંગળી, ચાલવાનું મન થાય છે.

થાકું તો તારી બાહોમાં, ઝૂલવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


તારા નામથી સ્વર્ગવાસી, ભૂસવાનું મન થાય છે.

તસ્વીર પરથી હારને, હટાવવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


તારા મુખે ફરી 'લાડલી', સાંભળવાનું મન થાય છે.

સાંભળીને મીઠી લોરી, પોઢવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


ચઢી છત પર જોરથી, ચીખવાનું મન થાય છે.

કેટલી હું તને ચાહું છું, તે કહેવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


બની દીવો રોશની તને, આપવાનું મન થાય છે.

તસ્વીર બની સંગ તારી, લટકવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


બની સાડી અંગે તારે, વિટળાવાનું મન થાય છે.

બની પાદુકા ચરણે તારા, શોભવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


બની રક્ત તારા હૃદયમાં, મહાલવાનું મન થાય છે,

બની ધડકન ક્યારેય પછી ન, થોભવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


આજે ફરી ભૂતકાળમાં, જવાનું મન થાય છે,

તે લીધેલ ચીર વિદાઈને, ભૂસવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


તુજ પર આજ કવિતા, લખવાનું મન થાય છે.

આ રીતે સ્મરણાંજલિ, આપવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


તૂટી છે જજનીની જોડ તે, જોડવાનું મન થાય છે.

તારી 'નિરાલી' હુંફને ફરી , માણવાનું મન થાય છે.


મા મને આજે તને, મળવાનું મન થાય છે.


અમી...(નિરાલી...)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ