વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણયની વાત

પ્રણય ની વાત ક્યા કદી વાસી હોય છે,

એ મહેકતી તરોતાજા બારમાસી હોય છે,


વ્યાકુળ નજર શોધે મારી તને ચારેકોર,

હર ચહેરે તારું દેખાવું આભાસી હોય છે,


તને જોયા પછી હું શું જાઉં મંદિર-મસ્જિદ,

તારા ચહેરામાં મારું કાબા-કાશી હોય છે,


ઢોલ-નગારા વગર  હોય યાદોં ની જાન,

નાચે લાગણીઓ તો થતી હાંસી હોય છે,


લીલી-સૂકી લાગણીની શૂન્યતા વચ્ચે,

તારે સ્મરણે મને ઘેરતી ઉદાસી હોય છે,


મંઝીલ પહોચવું મુશ્કેલ પ્રેમ-માર્ગ દુષ્કર,

"શીલ"મનથી તારી સંગે પ્રવાસી હોય છે .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ