વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂત-બંગલો

  ગામડા ની એ રળીયામણી સવાર હતી .

​ ક્યાંક વલણા નો અવાજ તો ક્યાંક મોરલા નાં મીઠાં ટહૂકાર , માતા ના મઢ માં વાગતા ટંકોરા નો અવાજ , તો ક્યાંક ગાય નો રણકાર , ખેતરે ભાત લ‌ઈ જવા ટીપતા રોટલા નો અવાજ ને એ કલબલાટ કરતા પંખીઓ નો અવાજ ....

​આ બધા ની વચ્ચે એક અલગ અવાજ કાને પડયો

​"તારે ઊઠવું સે કે નહીં" છતાં હું ચાદર ખેંચી રાજા ની જેમ પડ્યો રહ્યો. રવિવાર ના દિવસે અમારી આખી ટુકડી નિશાળ ની પાછળ ના મેદાન માં ક્રિકેટ રમવા જાય આજુબાજુ  કોઈ રહેઠાણ ન હોવાથી અમને મોકળાશ અનુભવાતી માત્ર ત્યાં એક ખંઢેર થ‌ઈ ગયેલ બંગલો હતો . પણ રમતા રમતા ત્યાં દડો જાય તો પણ બંગલા ની બાર ઊભેલા ચા ની ટપળી વાળા કાકા ત્યાં જવા ન દેતા . એટલે અમે પણ ત્યાં પડેલા દડા લેવા જવાનું છોડી જ દીધેલું.

​         મને બોલીંગ કરતા બેટીંગમાં વધારે આનંદ આવે એટલે હું વધારે બેટીંગ પસંદ કરુ . અમે રમવાનું શરૂ કરવા જ‌ઈ રહ્યા હતા ત્યાં અચાનક  શંભુ આવ્યો .

​તે સ્વભાવે બહુ જ ગુસ્સા વાળો ને જિદદ્દી .તે મેદાનમાં આવી બોલ્યો." હું પણ તમારી સાથે રમવા માગું છું " પણ " હું માત્ર બેટિંગ જ કરીશ "શંભુ ના આવા શબ્દો થી બધા અસમર્થ થયા . મેદાન માં રમવા આવેલ બધા કરતા શંભુ નાનો હતો એટલે અમે બાળક સમજી એને બેટિંગ કરવા આપી. અને બોલીંગ હું કરતો હતો .




રમતા રમતા શંભુ એ બોલ બંગલા પાસે જવા દિધો . શંભુ એ જાણી જોઈને આવું કર્યું હતું એને ખબર હતી કે બોલ લેવા જવા માટે પેલા કાકા ક્યારેય હા નહિં જ પાડે. અમારી રમત બગાડી પોતે કેવા લાગ્યો " આમા બોલ ફેકવા વાળા નો જ વાંક છે" બધા તેને કહેવા લાગ્યા કે તું બોલ લ‌ઈ જ આવ. મેદાન માં ચોથું બોલ યુધ્ધ શરૂ થાય એટલામાં પેલા કાકા આવયા " બાળકો તમે શાંતી થી રમજો આજે મારે ધરે વહેલું જવું પડશે તમે આ મેદાન માં જ રમજો બંગલા પાસે ન જતા"

         હું બોલ્યો "કાકા, તમે અમને એ ખંઢેરી બંગલા મા બોલ લેવા જવા ની ના કેમ પાડો છો ? ને એવું તે શું છે ત્યાં ? "કાકા ના રૂંવાડા ઊભા થઈ ગયા અને કહ્યું એ જાણવા માટે તમે નાના છો . માટે અત્યારે તમારે મારી વાત માનવી જોઈએ સમય વીતવા તમને જાણ થ‌ઈ જશે., આટલું કહીને કાકા ચાલતા થયા . બધા ના મગજ માં પેલા બંગલા ની વાત જ ભમતી હતી.જે થયું એ ભુલી અમે ફરી રમત ને આગળ ધપાવી . રમત રમત મા કયારે સાંજ પડી ગઈ ક‌ઈ ધ્યાન જ ના રહ્યું.રમત પુરી કરી અમે ધરે જતા પેલા ખંઢેરી બંગલા પાસે પહોંચ્યા.

મને વિચાર આવ્યો એવું તે શું હશે ત્યાં આટલા વરસ નીકળી ગયા અહીં કોઈ પણ આવ્યું નથી ને એમ પણ બે વર્ષ સુધી નાં ધણા બોલ ત્યાં પડ્યા હશે આજે તો કાકા પણ રોકવા વાળા નથી . આજ સાચો સમય છે એવું વિચારી મેં બધાં ને કહ્યું "મારી માં એ દિધેલ ૫ રૂપિયા હું મેદાનમાં જ ભુલી ગયો તમે બધા ધર તરફ જતા થાવ હું થોડી વારમાં જ આવ્યો ."મારો એક મિત્ર નરેન્દ્ર એ કહ્યું " હું આવું તારી સાથે ?" મેં કહ્યું ના એની કોઈ જરૂર નથી નરેન્દ્ર આગળ વધયો ફરી પાછળ જોય હાથ ઊંચા કરી બબડ્યો 'પાદરે તારી રાહ જોઉં છું જલ્દી આવજે' મે બુમ પાડી 'એ હા.....!'

બધા ના ગયા પછી હું પેલા ખંઢેરી બંગલા માં ગયો

જેવો ઝાંપો ઉધાડયો કે તરત જ એ અમાસ ની રાત્રી એ ધુવડ, હોલા, તેતર નો તુમુલ ધ્વનિ કાને પડ્યો . હું ધીમે ધીમે અંદર તરફ પગ માંડી રહયો હતો . હવે ખબર પડી આ  ભુતિયા હવેલી હતી , જાણે મારી સાથે કોઈ હોય એવો ભાસ થતો હતો . આસપાસ કોઈ નહોતું . હ્દય ના એક ખૂણે ડર અનુભવતો હૂં હિંમત કરી આગળ વધતો હતો .અચાનક મારા પડછાયા પાસેથી પસાર થતી શક્તિ ની અનુભૂતિ થય . ખુબ વેગ થી પવન ફૂંકાવા લાગ્યો બંગલા ની અંદર ઠેરઠેર માણસ ના હાડપિંજર લટકી રહ્યા હતા . દાદરા પર ઊભા રહીને કોઈ હસતું હોય એવું દ્રશ્ય મારી સામે આવે છે હું ખૂબ ડરી ને બહાર જવા દોડ્યો તો.....તો. . દરવાજા બંધ થ‌ઈ ગયા . મારી સામે સફેદ સાડી , લાંબા વાળ, પાણીદાર આંખો , મોટા નખ, અણીદાર દાત ને લહુ થી લથપથતી સ્ત્રી સામે આવી ....એને મને હવા માં ફંગોળયો ને હું બુમો પાડવા લાગ્યો બચાવો.....‌બચાવો..... મમ્મી.... મમ્મી ને ત્યાં જ મારા કાને અવાજ સંભળાયો           " હવે ઊઠવું છે તારે આજે રજા નથી નિશાળે જાવાનું છે" ....ને અંતે ઠ

ખબર પડી આ એક સપનું હતું . હું પથારી માંથી ઊભો થયો ને વિચાર આવ્યો " હું પણ શું અંધશ્રદ્ધા માં પડી ગયો"

          શાળા એ જ‌ઈ મે આ વાત મારા મિત્રો ને કહી ઘડી વાર તો તે પણ ડરી ગયા પણ અંતે સૌ એ આવી પરિસ્થિતિમાં હિંમત થી કામ કરવા નો નિર્ણય કર્યો . આમ મારા ભૂતિયા બંગલા ના સ્વપ્ન નો અંત આવ્યો.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ