વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફોર્ટી ફાઇવ મિનિટ


"ફોનની સ્ક્રીન પર મેંસેજ આવ્યો,


"વિલ બી ધેર ઈન ફૉરટી ફાઈવ મિનિટ."


    મારા શ્વાસ હજુ પણ ફુલાયેલા હતા.પસીના થી રેબઝેબ મારુ શરીર એક અંધારી કોટડીમાં બંધ હતુ.મે આમતેમ વલખાં માર્યા બારીમાંથી આવતા થોડાક સૂર્ય પ્રકાશ ને સહારે હું પાણી પી ને ત્યાં જ ખુણા માં સેહમાઈ ને બેસી ગઈ.


    ત્યાં જ મારી નજર મારા કપડાં ઉપર પડેલા લોહીના નિશાન જોઈને હું તેને લૂછવાના નાહક પ્રયાસ કરવા લાગી અને ડર ના માર્યા જાતે જ પોતાની સાથે  સંવાદ કરવા લાગી. 

 


 હમણાં તો મારા ખોળા માં રમતી હતી મારી સોનુ ..ક્યાં ગઇ????


મારી આંખો માથી આંસુની ધારા વહેવા લાગી..

ત્યાં જ એકદમ ભાન આવતા..


" શું થઈ ગયું હુ અચાનક આ જગ્યા એ ...????


આ ..ખૂ.. ખૂન..ના નિશાન મારા કપડાં પર કેવી રીતના ???


અને હું અહીંયા કેવી રીતના અને આ ફોન માં મેસેજ ???


રાહુલે કેમ એવો મેસેજ કર્યો છે અને હું આત્યંરે ક્યાં છું??"


મારા માથા માં અસહ્ય દુખાવો થઇ  રહ્યો હતો ..


   મને બધું ધૂંદલું દેખાવા લાગ્યું અને મારી આંખો સમક્ષ થોડા સમય પહેલા ની સ્મૃતિઓ ઝલકાઈ રહી હતી અને હું બેભાન થઈ ને જમીન પર જ ઢળી પડી..

   

આજથી છ મહિના પહેલાં...

 

        રાહુલ અને નિશા એ સોનુ ને દત્તક લીધી હતી. ખૂબ જ ખુશ હતા બન્ને સોનુ ના આવવા થી ઘર ફરીથી જીવંત બની ગયું હતું. તેના પહેલા નિશા ને સાત મહિનામાં જ કંઈક ખામી ને કારણે બાળક ગૅભમા જ મૃત્યુ પામી  ગયું હતું.કેટલાઇ સપના આંખો માં રાખી ને તે તેના બાળક ની વાટ જોઈ રહી હતી.. માતૃત્વ મેળવવાની તેની ઝંખના અધૂરી રહી ગયી હતી અને તે સાવ અંદર થી તૂટી ગયી હતી ..ત્યારે  રાહુલ થી નિશાની આવી હાલત સહન ના થતાં તેમણે આ નિર્ણય લીધો હતો.આજે તે નિશા અને સોનુ ને જોઈને ખૂબ જ ખુશ હતો સાથે અંદર થોડોક ડર પણ હતો પણ એ ડર તેને  કયારેય પોતાના હાવભાવમાં આવવા દીધો ન હતો..

        

     રાહુલ પોતે ડિટેકટિવ હતો પણ બહાર લોકો ને તેમજ ખુદ નિશા ને પણ તેણે આ વાત થી દુર રાખી હતી.નિશા માટે તો રાહુલ એક પોલીસ ઇન્સ્પેક્ટર હતો.

       

    થોડા દિવસો પહેલા રાહુલ ને એક અત્યંત જરૂરી મિશન ને લીધે બહાર જવું પડે તેમ હતું. 


    તે એક અઠવાડિયા માટે બહાર હતો ત્યારે એ જ સમયમાં..


 રોજ ઘરના  લેન્ડ લાઈન પર ફોન ની રિંગ વાગતી..

 

નિશા જેવી ફોન ઉપાડવા જાય ત્યાં ફોન કટ થઈ જતો હતો..


રાહુલ ના ગયે ત્રણ દિવસ થઈ ગયા હતા ત્યાં એ જ રીંગ રણકી ઉઠી..


અને રોજ ની જેમ નિશાએ  સહેજ અકળાઈને ફોને રિસીવ કર્યો..


આજે સામે થી અવાઝ આવ્યો.. 


"તમને તમારો અને તમારી દીકરી નો જીવ વ્હાલો હોઈ તો આ ઘર છોડી ને જતા રહો.."


નિશા હજી તો કઈ બોલે એ પહેલાં તો ફોન મુકાઈ ગયો હતો..

 

     એ પછી ના દિવસો માં નિશા રોજ ફોન ના રણકવાની રાહ જોતી રહી પણ ત્યારબાદ કોઈ ફોન જ ન આવ્યો.

નિશાના મસ્તીસ્કઃ પર એ જ વિચારો હતા કોણ હશે એ વ્યક્તિ?? અવાજ પણ બિલકુલ સમજ માં નહોતો આવતો,કંઈક અજીબ જ ગુઢતા હતી અને પાછળ થી કંઇક અજાણ્યો જ ડર લાગે તેવો સન્નાટો હતો.

       

 ત્યાં જ ઘર ના ડોરબેલના,"ડીંગગગગગ....ડોન.....ગ....... "

        

     અવાજે મારા વિચારો ના વામણને તોડતાં જ હું સફાળા ભેર ઉભી થઇ ને  ખુશીથી દરવાજા તરફ ગતિ માંડી રહી હતી  રાહુલ ને જોતા જ હું તેને ભેટી પડી.


   સવારે જયારે ચા નાસ્તો કરવા બેઠાં હતાં ત્યારે રાહુલ તરત જ મારી આંખો પિછાણી ગયો અને મને પૂછવા લાગ્યો," શુ થયું છે નિશા તું કેમ આટલી ચિંતા માં છે?બધું ઠીક તો છે ને?"


  નિશા હવે એ વાત ને વધારે છુપાવી રાખવા નહોતી ઇછતી એટલે તેને તરત જ કહ્યું,"હા રાહુલ.. તારા ગયા પછી કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને મને આવી રીતના કહી ને ફોન તરત મૂકી દીધો."તેણી એ બધું જ કમશઃ રાહુલને વિગતવાર જણાવ્યું.

        

   આ સાંભળીને રાહુલ ના ભવાં ઊંચા થઈ ગયા અને થોડીક ચિંતા પણ થવા લાગી અને મનોમન..( મને જેનો ડર હતો એ જ ઘટના ઘટવા જઇ રહી છે મારે નિશા ને બધું જ કહી દેવું જોઈતું હતું હું આમ નિશા અને સોનુ ના જીવ ને........)અને ત્યાં જ નિશા એને વારંવાર ડંધોળતી હોય એમ એના કાન માં નિશા નો અવાજ સંભળાયો ,"રાહુલ...રાહુલ ક્યાં ખોવાઈ ગયો?? ... " 

     

    રાહુલ તરત સ્વસ્થ થવાના ડોળે બોલ્યો," સોરી હું જરા કેસ ની ચિંતા માં થોડો..પછી તરત જ વાત ફેરવતા તે બોલ્યો નિશા મારે એક જરૂરી કામ થી આજે થાણે જવું પડશે તો હું એ કામ ફટાફટ પતાઈ ને પાછો આવું છું."

    

     નિશા અકળાઇ ઉઠી," તમને તો આખો દિવસ કામ ન જ વિચારો આવે છે..કોઈ વાર અમારું પણ વિચારો કેટલા સમય થી આપણે શાંતિ થી બેસી ને વાત પણ નથી કરી.."નારાજગી વ્યક્ત કરતા તે બોલી ઉઠી.. 

    

   ત્યાં જ રાહુલ તેણે મનાવતા બોલ્યો,"ડાર્લિંગ..આ લાસ્ટ કેસ છે.આ કેસ પતે પછી હું લાંબુ વેકેશન લઈશ..હું પણ હવે થાક્યો છું ..મને પણ તારી સાથે સુંદર મઝા ની ક્ષણો જીવવાની છે."

   

     પતિની વાત સાંભળીને નિશા સ્ત્રીસહજ સ્વાભાવે થોડા સ્મિત સાથે બોલી ,"ઠીક છે જાવ..લાંબા વેકેશન માટે બધી તૈયારીઓ કરવાની છે મારે.!!.તમે તમારું કામ પતાવો." 

    

     રાહુલ ફટાફટ ઘર ની બહાર નીકળી ને કાર ને ખૂબ જ ઝડપ થી થોડા આગળ ના રસ્તે દોડાવીને એક નંબર ડાયલ કરે છે..


"મિસ. પોલ"


ફોન ઉપાડતા જ મિસ.પોલ બોલી ઉઠ્યા ,"આખરે આજે તમે હાથમાં આવ્યા.


પછી થોડીક ક્ષણના સન્નાટા બાદ.."મિસ્ટર.જ્હોન વિલિયમસન"


        આ નામ સાંભળતા જ રાહુલ એકદમ  બોલી ઉઠ્યો,"તમને  કેટલી વાર કહ્યું છે કે મને એ નામ થી નહીં બોલાવો..અને અને તમને કેટલી વાર કહ્યું છે કે નિશા અને સોનુ થી દુર રહો તો શું કામ....."હજી રાહુલ કઈ આગળ બોલે એ પહલે જ ખૂબ જ ગંભીર અવાજ માં મિસીસ.પોલ બોલ્યા,"મને મારો હિસ્સો જોઇયે છે નહીં તો..."

ત્યાં જ રાહુલ ગુસ્સામાં બોલી ઉઠયો,"નહીં તો તમારા થી જે થાય એ  કરી લેજો અને તેણે ફોન કટ કરી દીધો."

         

    કારમાં બેઠાં બેઠાં રાહુલ આંખ બંધ કરીને પોતાના અસ્તિત્વને શોધતો ના હોઈ તેમ ખૂબજ શાંત ચીત્તે સ્મૃતિઓ વાગોળવા લાગ્યો..

        

    અમેરિકા માં જન્મેલાં એ છોકરાનું નામ જ્હોન હતું.તેની માતા ઇન્ડિયન હતી. પરંતુ પતિપત્ની વચ્ચે સંબંધો બગડતા તેની માતા એ જ્હોન ને લઈને ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું. અહીંયા આવી ને તેની માતા તેમજ પુત્ર ના નામ પણ બદલી નાખ્યા હતા.પરંતુ જ્હોન ઉર્ફ રાહુલ તે નામ ને છોડવા નહોતો ઇછતો એટલે તેણે નક્કી કરેલું કે આ નામ ને હું મારી અલગ ઓળખ આપીશ.તેણે ડિટેકટિવ તરીકે આ નામ થી ઘણું નામ કમાયું હતું. 

           

     કામ સાથે જોખમ પણ ઘણા જ હોય તેવું જ કંઈક જ્હોન નું હતું.હમણાં તે જે કેસ સોલ્વ કરી રહ્યો હતો તે કેસ માં મિસ્ટર.પોલ જે ખૂબ જાણીતા પાદરી હતા ખૂબ જ સંત માણસ પણ એની પત્ની મિસિસ. પોલ ખૂબ જ નિર્દય, ક્રૂર,કપટી, શેતાન સ્ત્રી હતી પૈસા અને સંપત્તિ મેળવવાની લાલસા એ તેણે તેના પુત્રનું ખૂન કરી દીધું હતું .હવે મિસ્ટર પોલ ની વારી હતી મી.પોલ ને બધી જાણ થઈ ગઈ હતી તેમણે સબૂત એકઠાં કરીને પૉલિસ ને જાણ કરી દીધી અને એક એનવેલોપ માં પોતાની બધી જ સંપતિ ચર્ચ ના અને ધાર્મિક સેવા કર્યો માટે આપી દીધી હતી.પણ જયારે મિસિસ.પોલ ને જાણ એ જાણ નહોતી કે હવે તે સંપત્તિ પર તેનો કોઉ હક નથી.તેણી ને જાણ થઈ ત્યરે તેમણે એમની પણ હત્યા કરી દીધી હતી.

      

      મિસ્ટર. પોલને પરિસ્થિતિ જાણ થઈ ગઈ હોઇ તેમ તેમણે પહલે થઈ જ આ એનવેલોપ અને એક પત્ર ચર્ચ ના તેમના ખૂબ વિશ્વાસુ મિત્ર જોસેફ લુઈસ ને આપી દીધો હતો.

        

           મિસ્ટર.પોલ ની હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે જ મિસ્ટર.જ્હોન વિલિયમ્સન ની નિમણુક કરવામાં આવી હતી.ત્યાં જ જોસેફ લુઇસ ની પુછપરછ કરતાં તેમણે મિત્ર એ આપેલા એનવેલોપને મિસ્ટર. જ્હોન ના હવાલે કરી દીધું હતું.ત્યારે જ કપટી મિસિસ. પોલ એ તેમની ખુફિયા રીતના પીછો કરીને જ્હોન વિશે બધી માહિતી મેળવી લીધી હતી અને તે મિ. જ્હોન ઉર્ફ રાહુલ ને બ્લેકમેઇલ કર્યાં કરતી હતી...

          

     ત્યાં જ એકદમ રાહુલ ના ફોન માં રિંગ વાગી..."નિશા"


    તેણે તરત જ ફોને ઉઠાવ્યો પરંતુ સામેથી જે અવાજ આવ્યો તે સાંભળી ને રાહુલ બેબાકળો થઈ ગયો..

       

   "હવે તારી પાસે પિસ્તાળીસ મિનિટ છે..હું અહીંયા ફોરેસ્ટ એરિયા માં એક જૂની કોટડીમાં છું.જો  નિશા અને સોનુ નો  જીવ વહાલો હોઈ તો મારા હાથ માં તે એનવેલોપ આપી દે પછી ધીમેક થી બોલી મિસ્ટર.જ્હોન વિલિયમસન.." તે ક્રૂર સ્ત્રી એ ફોન નો ઘા જોર થી નિશા તરફ કર્યો અને તેને એક અંધારી કોટડીમાં પુરી ને ચાલી ગઈ..

       

    નિશા હોશ માં આવી ત્યારે તે હોસ્પિટલ માં હતી.તેની સામે રાહુલ બેઠો હતો. તે હેરાન રહી ગઈ કે આ તેની સાથે શુ થઇ રહ્યું છે..રાહુલ એ તેને શાંતિપૂર્વક બધી જ વાત વિગતવાર કરી (સિવાય મિ. જ્હોન વિલિયમસન ..)

         

     જયારે મિસિસ. પોલ નો ફોન મુકયો ત્યારબાદ મિસ્ટર. જ્હોન એ આ કેસ પૂરો કરવાના ઈરાદા થી પોલીસ ની ટુકડી ને જાણ કરી દીધી અને જેવો તે ત્યાં કોટડી માં ગયો તેણે એક બનાવટી એનવેલીપ મિસિસ.પોલ ના હાથ માં પકડાયુ ત્યાં જ તે નિર્દય સ્ત્રી જેવી હાથ માં થી બંદૂક કાઢવા ગઇ ત્યાં જ પોલીસ ની ટુકડી ત્યાં આવી પહૉચી અને મિ. પોલ ને પકડી લીધા.તને માથા પર ઘા અને શરીર પર ચપ્પુ ના ઘા કર્યા હોવાથી તારા કપડાં પર ખૂન ના ડાઘા પડી ગયા હતા અને તું બેભાન અવસ્થામાં ત્યાં ઢળી પડી હતી..


ત્યાં જ નિશા બોલી," અને સોનુ???"


રાહુલ એ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું,"તે બિલ્કુલ સુરક્ષિત છે આપણા ઘરે તેની દાદીમાં સાથે." 


ત્યાં નિશા એ રાહત નો શ્વાસ લીધો.


    અને ત્યાં જ રાહુલ ના ફોન ની સ્ક્રીન પર મેસેજ આવ્યો..


"મિસ્ટર. જ્હોન વિલિયમસન નીડ યું ફોર ધ ન્યૂ કેસ."


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ