વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અત્તર

મારા અને નંદિની લવ મેરજ તો ન હતા પણ, જે અમને મળતું તે કહતું કે જરૂર તમારા લવ મેરેજ હોવા જોઈએ. લગન પછી પ્રેમનું અમે જીવતું જાગતું ઉદાહરણ છીએ. એવું પણ ન હતું કે હું ખૂબ પૈસાદાર હતો.લગન પછી ખરું સ્ટ્ર્ગલ શરૂ થયું હતું. મુંબઈ જેવા મહાનગરમાં એકલાને ઘર ચાલવામાં પણ લાલા પડતાં ત્યાં હવે અમે એક ના બે થયા. પણ કહેવાય છે ને મહેનત ક્યારેક તો રંગ લાવે છે. આજે કંપનીમાં જનરલ મેનેજર તરીકે પોસ્ટ છે. નંદિની મને ખુબ ચાહતી હતી તેનું નામ કોઈ દક્ષિણ ભારતીય ફિલ્મી હિરોઈ જેવું હતું. લગનના સાત સાત વર્ષ પછી પણ અમારી વચ્ચે સેક્સ લાઈફ નવપરણિત જેવી જ હતી. અમે આજે પણ એટલા ચુંબનો કરતાં જ્યાં સુધી થાકી ન જઈએ! આખી-આખી રાત અમારા ઉઘાડા શરીર એકબીજાને ઉષ્મા આપતા હતા.તે પણ કોઈ હિરોનથી કમ નોહતી ! તે સાળી પહેરતી ત્યારે તેની ખુલ્લી કમર મને ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેના નિતંબ, શરીરના ઉભારો તેના વળાંક, મને તેનાથી એક દિવસ પણ દૂર જવાની ઈચ્છાઓ પરવાનગી આપતા નથી.લગ્નના સાત વર્ષ પછી પણ અમે એકબીજાથી બોર નોહતા થયા. તે આજે પણ  હું ઓફિસથી આવતો તો મને ભેટી પડતી હતી. મને ચુંમતી, હું ઓફિસના કપડામાં જ શુરું થઈ જતો! સોફા, બાથરૂમ, કિચન, ઘરનો કોઈ ખૂણો અમારાથી અજાણ્યો નોહતો.

તેના વિચારો કોઈ બૉલીવુડ સેલિબ્રિટી જેવા જ બોલ્ડ હતા. તે મને બાંધી રાખવા માંગતી ન હતી. મારે દેશ-વિદેશ અવાર-નવાર ટ્રીપ્સ  કરવાનું રહતું. તે મને ત્યાં જઈને જલ્સા કરવાનું કહેતી નંદિની પહેલી એવી પત્નિ હશે જેણે મને કહ્યું હતું.  ખૂબ ફરો, કરો તેમાં પણ મને કઈ જ વાંધો નથી. હું કોઈ મિત્ર સાથે પીને આવું કે, ઘરે પીવાનું પોગ્રામ ગોઠવું તે કહેતી મિસ્ટર.પરમ મહેતા ગુસ્સો ત્યારે કરીશ, જયારે તમે તમારી જિંદગીની મજા લેવાનું બંધ કરશો!  આવી પત્નિ ઇન્ડિયામાં મળવી અઘરી છે. અહીં મોટા ભાગીની પત્નિની  વ્હેમિલિ અને પ્જેસિવ હોય છે .

બોસનો હું લાડકો હતો. તેનો કોઈ પણ અંગત કે જરૂરી કામ માટે પહેલી પસંદ હું જ હતો. હું વર્ષમાં મોટા ભાગે ઘરથી બહાર જ રહેતો. આજે પણ હું નવી ફેક્ટરીના લોકેશન જોવા માટે ઉત્તરપ્રદેશના કનોઝ શહેરમાં ગયો છું. કનોઝ એક સુંદર શહેર હતું. ગુલાબ અને બીજા વિવિધ ફૂલોની ખેતી અંહી થતી હતી. અંહી સો રૂપિયાથી લઈને એક લાખ સુધીનો અત્તર બનતો હતો. કનોઝ જેવો અત્તર આખા ભારતમાં ક્યાંય ન મળે તેવો અધભૂત અને સુગંધી હોય છે.

બોસ ખૂબ જ નિખાલસ અને જીંદાદીલ માણસ છે. થોળા દિલફેક, ઐયાસ પણ ખરા! તે દુનિયાની નજરે વિદુર હતા પણ,તે કેટલીએ પથારી ખુંદી હશે!  વિદુર પુરુષને એકલતા દૂર કરવા માટે આજ રસ્તો હશે? રાજુ શાહની ઉંમર પિસ્તાળીશ વર્ષ ઉપર હતી. મારાથી દશ એક વર્ષ મોટા ,તેની કલમના વાળ ઘાટા સફેદ હતા.તેના માથા પર  છુટા છવાયા સફેદવાળ નો ઘેરો હતો.આખી સફેદ દાઢી, તે નિયમિત સલુન જતા હતા. જેથી  વાળ-ધાઢી કાળી કરી, યુવાન દેખતા, સલૂન ગયા પછી તેની ઉંમરથી તે દશ વર્ષ નાના લાગતા હતા.ઘણી વખત મેં પણ તેની એકલતા દૂર કરવામાં મદદ કરી હતી. મોટી રાત્રે કામ અને મીટિંગના બહાને ઘણી અંગત મિટિંગ્સ એરેન્જ કરાવી આપી છે. જેથી બોસની નજરમાં રહેવા મળે! આ બધું સામાન્ય હતું. મારા આગ્રહથી બે ચાર વખત અમારા ઘરે ભોજન પણ કરી ગયા હતા.


હું ઉત્તરપ્રદેશના કનોઝ ટ્રિપ માટે ત્રણ દિવસ માટે ગયો હતો. કામ વહેલું પતી ગયું હતું. સમાચારમાં સાંભળ્યું હતું કે, મુંબઈમાં સવારથી જ વરસાદ શુરું થઈ ગયો હતો. હું ઝડપથી ઇમરજન્સી ફલાઈટની ટિકિટ કરાવી, નંદિની સાથે મુંબઈના પેહલા વરસાદની મજા માણવા માટે વહેલો આવી ગયો હતો. મે તેને વચન આપ્યું હતું. મારો પ્રેમ સાસ્વાત અને સાચો હશે તો પેહલા વરસદમાં હું તારી સાથે જ ભીંજાઇશ, તે હસ્તી, “મિસ્ટર.પરમ મેહતા આવા અઘરા વચનો નહીં લ્યો જે પાળવા મુશ્કિલ થઈ જાય...”

સંધ્યાનો સમય હતો આકાશ પર કાળા ડિબાંગ વાદળોનો આધિપત્ય હતું. મુબઈમાં મેઘરાજએ ફરી ધમાકેદરા બેટિંગ કરી નવા કિર્તિમાંનો સરજ્યા હતા. મુંબઈની સડકો વરસાદ અને ટ્રાફિકથી આ સમયે જામ હતી. મોટાભાગે આ ટાઈમે કામ પરથી લોકો ઘરે પાછા ફરતા હોય છે. વરસાદ ખૂબ વર્ષી ચૂક્યો હતો વર્ષી રહ્યો હતો. વાતાવરણ ખુશનુમા હતું.  રેડિયો પર "પ્યાર હુવા એકરાર હુવા હૈ...." રાજકપુરનું જૂનું ગીત વાગતું હતું. આજે પણ આશિકીના "તુમ હી હો..." કરતા જૂનું ગીત વધુ પસંદ આવતું હતું. ટ્રાંફિક જામ હતું. કનોઝથી નંદિની માટે સાડી ખરીદી હતી. તેને ખૂબ ગમશે! તેના વિચારો તે આ સાડી પહેરશે ત્યારે કેવી લાગશે, તેની ખુલ્લી કમર, તેના વિચારમાત્રએ મને મધહોસ કરી દીધો. મારે તેને એક દિવસ વહેલા પોહચી સરપ્રાઇઝ આપવાની ઈચ્છા તીવ્ર હતી. બસ તેને મળી, દરવાજે જ ભેટીને ચૂમી લઉં,  તેનો હાથ પકડીને બહાર લઈ તેની સાથે મહોલામાં છમછમછમ... કરૂ ભીંજાઇ જાઉં, બેશર્મોની જેમ તેનામાં સમાઈ જાઉં!

મુંબઈની સડકો પર ટેક્સી કાર દોડી રહી હતી. કારના કાંચ પર સતત વરસાદના મારથી ધૂંધળા થઈ ગયા હતા.આગળ ચાલતી કારની લાલ બ્રેક લાઈટનો પ્રકાશ ધૂમશની પહેલી પાર કોઈ લાલ હીરા જેવો હોય તેવો લાગતો હતો. દરેક ચાર રસ્તે ગાડીઓ ઉભી રહેતી, હોર્ન રેડિયોના અવાજ ગુંજી ઉઠતા હતા. કારનો વાઈફર સતત ઉપર નીચે થઈ રહ્યો હતો. છેલ્લી ત્રણ કલાક ટ્રાંફિકમાં નંદિનીના જ વિચારો આવી રહ્યા હતા. શું કરી રહી હશે?  લગ્ન પછી હમેશા મારી સાથે વરસાદમાં પલડવાની તેની આદત હતી. શું આજે તે વરસાદમાં નહિ નાઈ હોય? તે મને મિસ કરી રહી હશે? હું તેને કોલ કરીને તેની મજા લઉં? ના મારે તેને સરપ્રાઈઝ આપવું છે.  તેના હાવભાવ જોવા છે. પછી હંમેશાની જેમ તેની સાથે નાહી, ગરમાગરમ ભજીયા ખાવા છે. મારું મન બેચેન થઈ રહ્યું હતું.  ટેક્સીને મેં ઘરથી થોડી દૂર જ ઉભી રાખવાનું વિચાર્યુ! હાસ, ઘરનો દરવાજો બંધ હતો. આજે મારે તેના એક્સ્પ્રેશન જોવા હતા. હું છુપાઈને પાઇપ વળે બીજા માળની ખુલ્લી બારીમાંથી જઇને જોઈશ!


અર... આ શું ? બેશર્મ... હરામી, નીચ, નિર્લજ્જ....બસ મારા મોઢામાંથી આટલા જ શબ્દ નીકળ્યા, તેની સિસકારીયો મને બારી પાસેથી સંભળાઈ રહ્યા હતા.  તેની સાથે બીજું કોઈ નહિ મારા ખુદનો બોસ હતો. મારી હાલત કાપે તોય લોહી ન નીકળે તેવી હતી. હું હકોબકો રહી ગયો. તેનો નગ્ન શરીર તેના ઊંહકારા મને પાગલ બનાવી રહ્યા હતા. સરપ્રાઈજ આપવાના ચક્કરમાં હું ખુદ સરપ્રાઈજ થઈ ગયો હતો. ઘરની થોડે દુર ઉભો રહી,મારા જ ઘરને ચોરની માફક જોઈ રહ્યો હતો. આ બધુ ક્યારથી આ ચાલતું હશે? શુ મારી દરેક બિઝનેસ ટ્રીપ પર આવું થતું હશે! તે મને ફોન કરતી, મિસ કરતી, રડતી, તે બધું બનાવટી હતું?  મનોજ કાર લઈને આવ્યો! મારો બેસ્ટ ફ્રેન્ડ મનોજ આ બધું જાણતો હતો?  બોસ ઘરમાંથી નીકળ્યો, તેના ચહેરા પર શૈતાની હાસ્ય હતું. તેણે મને જોયો નહિ,  હું કલાકો સુધી પલળતો રહ્યો, હું ભાન ભૂલી ગયો, આ વરસાદ મને હવે વ્હાલો નોહતો લાગતો. કલાકો સુધી વૃક્ષની માફક ટટાર શૂન્ય થઈને ઉભો હતો. ઘરે જવાની હવે કોઈ ઉતાવળ રહી નોહતી! આ દુનિયામાં આટલી સ્ત્રીઓ હતી બોસને મારી જ પત્ની મળી?

મેં બેલ મારી, દરવાજો ખૂલતાં વાર લાગી, કદાચ કપડાં પેહરી રહી હશે? તેણે દરવાજો ખુલ્યો! ખૂબ આશ્ચર્ય સાથે બોલી "ઓહ, તમે?"

મેં ખૂબ જ રૂક્ષતાથી જવાબ આપ્યો " કેમ તું કોઈ બીજાની અપેક્ષા કરતી હતી?" તે ચેહરા પર બનાવટી હાસ્ય રેલાઈ ગયું.તે મને ભેટી પડી, તેના શરીરમાંથી અત્તરની સુગંધ આવતી હતી. જે બોસ હમેશાથી લગાવતા હતા.

"તેને તો અત્તર ગમતું નોહતું ?"

" એ તો તમને બહુ ગમતું, તો આજે ટ્રાય કર્યું...."

"પણ, હું આવવાનો છું, એની તને ક્યાં ખબર હતી?"

"કનોઝ બિઝનેસ મિટિંગ માટે ગયા હતા કે  ડિટેક્ટિવની ટ્રેનીંગ માટે ? " કહેતા જ તેણે મારા હોઠને ચુંમવા લાગી ગઈ, જે હોઠો પર ફકત મારા હોઠનો જ સ્પર્શ રહતો તેમાં આજે બોસના મોઘાં સિગારેટનીઓ બદબૂ આવી રહી હતી. આજ પહેલા જે ગુલાબ જેવા હોઠને મને ચુમવાની ઈચ્છા થતી , આજે મને તેના પર ઘીન આવી રહ્યું હતું. મૈં તેને મારાથી બેરેહમીથી અલગ કરી! 

"મને અત્તરથી એલર્જી છે. મૈં કહ્યું. તેણે મને કોલર્થી પકડી પોતાની તરફ ખેંચ્યો!

હોઠ પર ફરી એક ચુંબન કરતાં તેણે કહ્યું "ક્યારથી?"

" આજથી….આજ ક્ષણથી...."    


*-* સમાપ્ત *-*



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ