વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચેતતા નર સદા સુખી : હૃદયરોગ!


         આજકાલના દોડધામ અને કોરોનાવાઈરસના સમયમાં લોકો ઘણો તનાવ અનુભવતા હોય છે. આ તનાવને કારણે લોકોના આરોગ્ય ઉપર માઠી અસર પણ જોવા મળે છે ત્યારે હૃદયરોગના હુમલાના કેસ પણ વધુ જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા અને તેમાંથી રાહત મેળવવા માટેના કેટલાક ઉપાયો અને સાવચેતીઓની માહિતી માટે  કિંગ અબ્દુલ્લા મેડિકલ રિસર્ચ સેન્ટરના મૂસા  હમીદ પ્રખ્યાત હાર્ટ નિષ્ણાત સાથેની વાતચીત ઘણી ઉપયોગી નીવડી શકે છે.

* પ્રશ્ન ૧.  સામાન્ય માણસ માટે તેના હૃદયની સંભાળ રાખવા માટેના સામાન્ય  નિયમો શું છે? *

જવાબ: . ૧. આહારમાં - કાર્બોહાઇડ્રેટ  પ્રોટીન, તેલનું પ્રમાણ ઓછું લેવું

૨. વ્યાયામ - અડધા કલાકની ચાલવાની કસરત, અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ;

૩. ધૂમ્રપાન છોડી દેવું.

૪. વજન નિયંત્રણ

૫. નિયંત્રણ બીપી - બ્લડ પ્રેશર અને સુગર

* પ્રશ્ન ૨.  શું આપણે ચરબીને માંસપેશીઓમાં ફેરવી શકીએ?

જવાબ: તે એક ખતરનાક માન્યતા છે. ચરબી અને સ્નાયુઓ બન્ને જુદી જુદી પેશીઓથી બનેલાં હોય છે, ચરબી ક્યારેય સ્નાયુમાં ફેરવી શકાય નથી.

* પ્રશ્ન ૩.    કેટલાક દેખીતી રીતે તંદુરસ્ત વ્યક્તિનું હૃદય બંધ પડી જાય છે. એ સાંભળીને હજી પણ મોટો આંચકો લાગે છે. આપણે તેને આ પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે સમજી શકીએ?

જવાબ: આને સાયલન્ટ એટેક કહેવામાં આવે છે; તેથી જ  ૩૦ વર્ષની  દરેક વ્યક્તિની  નિયમિત આરોગ્ય તપાસણી કરવાની ભલામણ કરવામાં આવે છે.

* પ્રશ્ન ૪.  શું હૃદયરોગ વંશપરંપરાગત છે?

જવાબ: હા.

* પ્રશ્ન ૫.  હૃદયની ઉપર  તાણ લાવતી કઈ કઈ  બાબતો છે? તમે તાણ છોડવા માટે કયા ઉપાયો સૂચવો છો?

જવાબ: જીવન પ્રત્યેનો આપણું વલણ બદલવું . જીવનની દરેક બાબતમાં પૂર્ણતાની શોધમાં પડવું નહીં.

* પ્રશ્ન ૬.   હૃદયને સ્વસ્થ  રાખવા માટે શું ચાલવા  કરતાં જોગિંગ વધુ સારું  છે કે   વધુ સઘન કસરત કરવી સારી  છે?

જવાબ: ચાલવા  કરતાં  જોગિંગ વધુ સારું છે, કારણ કે જોગિંગ કરવાથી  સાંધાઓમાં વહેલી તકલીફ થઈ શકે છે અને ઈજા થઈ શકે છે.

* પ્રશ્ન ૭.  લો બ્લડ પ્રેશરવાળા લોકો હૃદયરોગનો ભોગ બની શકે છે?

જવાબ: ભાગ્યે જ!

*પ્રશ્ન ૮.  શું  નાની વયથી જ કોલેસ્ટરોલ એકઠું  થાય છે કે   ૩૦ વર્ષથી વધુ ઉંમર થયા પછી જ તેની ચિંતા કરવાની જરૂર રહે  છે?

  જવાબ: કોલેસ્ટરોલ નાનપણથી જ એકઠું થાય છે.

* પ્રશ્ન ૯.ખાવાની અનિયમિતતાની  હૃદય પર કેવી અસર થાય છે?

જવાબ: જ્યારે આદતો અનિયમિત હોય તો   તમે જંક ફૂડ ખાવાનું વલણ કેળવો છો અને પાચન માટે તમારા શરીરના પાચક રસ( એન્ઝાઇમ) ઝરવાની પ્રક્રિયા ખોરવાઈ જાય છે.

* પ્રશ્ન ૧૦.  દવાઓનો ઉપયોગ કર્યા વિના હું કોલેસ્ટરોલના  પ્રમાણને  કઈ  રીતે નિયંત્રિત રાખી શકું છું?

જવાબ: આહાર ઉપર  નિયંત્રણ રાખો, ચાલો અને અખરોટ ખાઓ.

* પ્રશ્ન ૧૧.  હૃદય માટે શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ખોરાક કયો છે?

* જવાબ:હૃદય માટે  ફળો અને શાકભાજી શ્રેષ્ઠ છે અને તેલ સૌથી ખરાબ છે.

* પ્રશ્ન ૧૨.  મગફળી, સૂર્યમુખી, ઓલિવ - કયું  તેલ વધુ સારું છે?

જવાબ: કોઈ તેલ મનુષ્ય માટે સારું નથી.

* પ્રશ્ન ૧૩.  નિયમિત ચેકઅપ કરવું જોઈએ? શું  કોઈ ચોક્કસ પરીક્ષણ છે?

* જવાબ: ખાંડ, કોલેસ્ટરોલનું પ્રમાણ બરાબર છે તેની ખાતરી કરવા માટે નિયમિત રક્ત પરીક્ષણ કરાવવું જોઈએ. ત્યારબાદ ઈકો ટેસ્ટ અને  પછી બીપી, ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો.

* પ્રશ્ન ૧૪. હાર્ટ એટેકના કેસમાં લેવામાં આવતાં પ્રથમ સહાય પગલાં શું  હોય છે?

જવાબ:  વ્યક્તિને સૂવડાવી દેવી જોઈએ. મળી શકે એમ હોય તો જીભની નીચે એસ્પિરિન, સોર્બિટ્રેટ ટેબ્લેટ મૂકવી અને તે વ્યક્તિને કોરોનરી કેર યુનિટમાં લઈ જવી.  કારણ કે મહત્તમ જોખમ પ્રથમ કલાક દરમિયાન હોય છે.

* પ્રશ્ન ૧૫. યુવાવર્ગમાં હૃદયની સમસ્યાઓમાં તીવ્ર વધારો થવાનું મુખ્ય કારણ શું છે?  લગભગ ૩૦-૪૦ વર્ષની વયના લોકોને હાર્ટ એટેક અને હૃદયની ગંભીર સમસ્યાઓ જોવા મળે છે.

* જવાબ: જાગૃતિ વધવાથી ઘટનાઓ વધી છે. ઉપરાંત, બેઠાડુ જીવનશૈલી, ધૂમ્રપાન, જંક ફૂડ, કસરતનો અભાવ. એવા દેશમાં જ્યાં લોકો આનુવંશિક રીતે યુરોપિયનો અને અમેરિકનો કરતાં  હાર્ટ એટેક માટે ત્રણ ગણા વધુ સંવેદનશીલ હોય છે, ત્યાં વધુ કેસ જોવા મળે છે .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ