વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડેણકા


મારી બા બિચારીને મારા લગનની બહુ ચિંતામાં હતી.મારો દીકરો ઉંમર લાયક થયો પણ કોઈ છોરી મળી નહિ! આમ અમે ડેણકા કહેવાઈએ! હું આ બધામાં નથી માનતો, બાર ચોપડી ભણેલો છું ને! પણ અમારા ગામમાં ડેણકાનો ઘર અમારો એકનો જ હતો.મારી સાથે ભણતી ઉર્મિલા મને બહુ ગમતી હતી અને ઉર્મિલાને હું પણ એના બાપુએ ચોખીના કરી તમે ડેણકા કહેવાવ જો તમને દીકરી દઈએ તો કાલ સવારે કોઈ અમારા દિકારાઓને છોરી ના દે! ડેણકા હોવું એ ચેપી રોગ જેવુ હતું, તેનો ફકત એક જ  નિયમ તે હમેશા વધે ઘટે નહીં, કોઈ કોઈ તો મારી બાને ઉતારી જ પડતાં! ત્યારે બા કહેતી "દીકરી ધણ છે ચપટી ધૂડ સહુ નાખે" આજુબાજુનો કોઈ ગામ નહીં હોય જ્યાં મારી બાએ મારા માટે માગું ના રાખ્યું હોય! કોઈ મદિર,દરગાહ નહીં હોય જ્યાં મારી બા એ માંનતા કે ઈબાદત ન કરી હોય પણ ભગવાનની ઈચ્છા કઈ બીજી જ હતી. મારી બા ને કોઈએ સલાહ આપી, મૂંબઈમાં આપણી કોમ જાજી, ત્યાં કોઈને કોઈ કન્યા મળી જ જશે! મારી બાએ તો જવા માટે લાખ રૂપિયાનું માથે દેવું પણ કરી લીધું! વર્ષોથી મિલમાં કામ કરતો મારો દૂરનો મામો  તમે ક્યારે મુંબઈ આવશો પૂછવા માટે ઊંટ વૈદની ગોળીની જેમ ત્રણ ત્રણ વખત ફોન કરતો હતો. કોઈ એ બાને કહ્યું પણ ખરું કે, ભીમો મુબઈ જઈને અવળા રવાળેચડ્યો છે. પણ બા કોઈનું સાંભળે ખરી? બાને હવે સલાહ આપનારો દુશ્મન જ લાગતો હતો. બા ગુસ્સામાં કહેતી, આપણું સુખ કોઈ જોઈ નથી શકતું.

પ્રવાસ માટે ફરારી ચેવડો, લકડિયા ગાંઠીયા,ચ્ક્કરી બા એ લીધા હતા. રેલવ સ્ટેશન પરની ભીડ જોઈને બા એ કહ્યું “ આટલા બધા લોકો તો એક સાથે મેળામાં પણ નથી જોયા “

“બા આ હજુ કચ્છ છે. અમદાવાદ, વડોદરા, સુરત આવવા દે આ તો  કઈ જ ન કહેવાય..”

“તે તો નાકાની બહાર પણ પગ મૂક્યો નથી,તને આ બધી કેવી રીતે ખબર?"


“ ફિલ્મો બા ફિલ્મો, ફિલ્મોમાં તો મુંબઈએ  બતાવે અને લંડનએ બતાવે.. “

“ તો તો મને પણ લઈ જજે”


પાસે ના હાઇવે પરના  ફાટકનો સિગ્નલ લાલ થઈ ગયો હતોં. ભારતીય રેલ્વે ટાઈમ પર હતી? નિર્ધારિત સમયથી બહુ નહીં ફકત બે જ કલાક મોળી હશે! કદાચ ટ્રાફિક નળ્યો હોય હમેશાની જેમ જ,

હોર્નના  પોન...પોન... સાથે ધશમશતું ડીજલ ઈંજેન કાર્બન મોનોક્સાઈડ છોડતું ધીમું પળી ગયું. કામેથી આવેલા થાકેલા મજૂરની જેમ પથારીએ પળતા જ ફેલાઈ ગયો! અને બસ મરેલી લાસની જેમ નિસક્રિય થઈ ગયું.

“એ ભાઈ ધીમે....એ ભાઈ! મારી બા ને જવા દે...” એક ઘણઘણાટી સાથે ટ્રેન શૂરું થઈ, મને એક જોરદાર ધકો વાગ્યો! “બા ક્યાં છો..... બા....” જગ્યા કરતાં ત્રણ ઘણી વધુ જગ્યામાં લોકો ઘેટાં બકરાની જેમ ભર્યા હતા. પાંચની સીટમાં છ અને સુવાના જુલા પર ત્રણ ત્રણ જણા, રસ્તા પર લોકો બેઠા હતા, કોઈ તોં સીટ નીચે ઘૂસી ગયું હતું. અહી કોઈ હિન્દુ નોહતું ન કોઈ મુસલમાન, ના કોઈ આરક્ષણ, અહી બધા ફકત લાચારો હતા. કોઈ મૂળભૂત સુવિધા નહીં,કોઈ પૂછવા વાળું નહીં, લોકોને તેની જરૂર હતી? બીડી,પાન,તમાકુની દુર્ગંધ હતી. વાસ મારતા સોચલાય, સોચલાયની બહાર સૂતેલા મળદા. હું ભીડમાં બા ને શોધતો હતો,બા પગ ફેલાવી મારા માટે જગ્યા રાખીને બેઠી હતી!

“બા તું અહી? હું તને કયાર નો શોધું છુ અને તું અહી ટેશથી બેઠી છે”

“બટકા હોવા નો ફાયદો....” બાએ રમુજ કરી. પછી સ્ટેશન આવતા ગયા,લોકો ઉતરતા ગયા, કોઈ ઝગડાઓ કરતાં કોઈ વાતો કરતાં, મુબઇ આવી ગયું.

બાંદ્રા ટર્મિનલ ભારતનું સહુથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન, જ્યાં દર બે-પાંચ મિનિટે એક ટ્રેન આવીને જતી. ખાખી વર્દીવાળા કુલીઓ” સા’બ સમાન, કહાં જાના હૈ? ” કહેતા પાછળ જ પળી ગયો.

“બાહેર પડા” મામા આવતા જ મોટેથી કુલીને કહ્યું.

“અના શાંત રહા, મી માજી નોકરી કરત હોતો ” કુલી બોલ્યો. સાંભડ્યું ન સાંભડ્યું તે આગળ વધ્યા.

“ મને ખબર હતી, તમારા અહી કામ નહીં, તમને કોઈ લૂટીને જતું જ રે, એટલે જ અહી વહેલો આવી ગયો.

ભીમાને જોતાં માં તો ઉછડી પળી, “ કોની છોકરી છે? સાંખ શું છે? કેવી દેખાય છે?”

“ તું કાલે રૂબરૂ જ જોઈ લેજે અહી કઈ એક નથી, મારા ભણીયા માટે હું દશ ઊભી કરી દઉં”

“મારો દીકરો પેણી જાય પછી મારો જન્મારો સફળ “

“ તું લાખ રૂપિયા તો લાવી છો ને?”

બાએ થેલી તરફ ઈશારો કરતાં કહ્યું “પૂરા લાખ છે.”


મુંબઈની ઊંચી ઇમારતો જોઈને તો મૈં મનોમન તેની કલ્પના કરી લીધી. કોઈ મેમ સા’બ જેવી હશે, આવળા મોટા શહેરની છોરી મારી સાથે ગામડામાં રહશે ખરી ? મને અહી ઘર જમાઈ રહવાનું કહશે તો ? હું નહીં રહું હું મારી બાથી દૂર નહીં જ રહું મારા અહી આવ્યા પછી મારી બા નો કોણ? ભલે હું કુંવારો જ મારી જાઉં!પણ સારી નીકળી તો? તો તો બા રાજી રાજી, મને રોજ ખેતરે ભાતું દેવાએ આવશે અને મારી સાથે વાતુએ કરશે, પછી જટ ભગવાન દીકરો દઈ દે મારી બા રાજી રાજી, નાણાં કરતાં વ્યાજ વાલૂ!

મામો અમને એક બંગલામાં લઈ આવ્યો. આવડા મોટા બગલો અમે પહેલી વખત જોયો.

“આને ઊડણ ખટોલો કહેવાય?”મૈં મામાને પૂછ્યું.

“ભણીયા આ લિફ્ટ છે. આપણે સાતમાં માળે જય રહ્યા છીએ.”

પછી એક વિશાળ ઓરડો ત્યાં કલર ટીવી, એસી બધુ હતું. અધારું થઈ ગયું હતું. બારીની બહાર મુખ્ય માર્ગ પર વાહનોની હારમાળા દેખાઈ રહી હતી.

“બેન પૈસા?”મામાની નજર થેલી પર જ હતી.

“પૈસા ક્યાં ભાગી જાય છે? બા એ ગુલાબી બંડલ કાઢ્યું. અને અંદર મુક્તા કહ્યું

“ બસ એક બાજુ  લગ્ન બીજી બાજુ લાખ રૂપિયાનો ચાંદલો, અમારે તો  વાણીની જ કિમત છે. તમારા મુંબઈની ખબર નહીં!”

જુબાનનો મીઠો મામો બોલ્યો “ તું આ લાખએ રાખ એમ સમજીશ કે રાખડીના આપી દીધા!”

રાખડીનાં આપવા જ હોત તો માંગ્યા જ ન હોત, હું મનમાં જ બાબડ્યો.

“કાલે નવ વાગ્યે તૈયાર રહજો, હું તમને લેવા આવી જઈશ” કહેતા તે ઊભો થયો.

“તું ક્યાં જાય છે?”

“મને થોડું કામ છે. હું કાલે વહલો આવી જઈશ, અહી તમને કઈ જ તકલીફ નહીં પડે ”




                              ****


“લોકો કહેતા હતા ભીમો મુંબઈ આવીને બગડ્યો છે. આટલું તો કોઈ આ કળયુગમાં સગી બેન માટે ના કરે! આતો રહ્યો મારી બાની માસીની દીકરીનો દીકરો”


“બા એ આપણે ઘરે કેમ ના લઈ ગયો આપણે કેમ અહી હોટેલમાં રાખ્યા?”


“કૂવારો છે ને? બિચારને રસોઈ કે કઈ આવડે નહીં, ભાઈમાણસના શું ઠેકાણા હોય?”


“તોય બા....” બા એ મને વચ્ચે જ ટોક્યો. “બાપ માયલો વેમિલો મુવો છો.”


ઘોંઘાટ ભરી સવાર મુબારક,મે મારી જાતને જ કહ્યું.

મામો આવ્યો નવો બહાનું લઈને” હવે આપણે સાંજે છોકરી જોવા જવાનું છે. ત્યાં સુધી આપણે જુહુ, ચોપાટી ફરી આવીએ, તમે ક્યાં વારંમવાર મુબઈ આવશો, આવ્યા છો તો ફરી જ લ્યો...”

મામાએ મહાનગરની રંગરેલીયા બતાવી,દોડતી લાઈફ બતાવી,ગગનચુંબી ઇમારતો બતાવી, વચ્ચે તે રહસ્યમય રીતે ફોનમાં વાત કરવા જતો રહતો, કાયરેક શૈતાની રીતે હસતો, ક્યારેક દુખી થતો, ક્યારેક જોરજોરથી કઈ બોલતો હોય,કોઈ વાર જગડી રહ્યો હોય, તેવું દૂરથી જોઇને લાગતું હતું.

અંતે એ પળ આવી જ ગઈ, ગલીઓમાં ગલી, કે ગલીઓમાં જ શહેર, બહુ નાના મકાનો, ખોલીયો, ગંદકી, અમારા માટે આ બધુ નવું હતું. આ દિવસમાં ચોથી છોકરી હતી. હું હવે કંટાળી ગયો હતો. બાને છોકરીઓમાં કાઈને કઈ ખામી લાગતી હતી. છેલ્લી આ છોકરી રૂપાળી અને દેખાવળી જણાતી હતી.“મોહન તને ગમે છે?” મામાએ મને કાનમાં જ પૂછી લીધું. “મારા ગમવા ન ગમવાથી શું ફરક પળે છે? મને તો પહેલી બંગાળી પણ ગમતી હતી.“ મૈં કહ્યું.

“ જો તું આને હા નહીં કર તો હું કરી દઇશ...” કહેતા તે ખધું હસ્યો.

બા રાજી થઈ ગઈ છોકરી પણ, પણ છોકરીના બાની એક શરત હતી. લગન અહી જ લેવાય તે પણ બે ત્રણ દિવસમાં. બા ને વાંધો હતો. ના અહી કોઈ અમારું કોઈ સગું ના કોઈ પરિચિત, એકના એક દીકરાના લગન કઈ ઘરઘેણાં જેવા થોડીના કરાય, મામાએ બા ને ફરી પંપ કરી “ જો રાહ જોશો તો આવી રૂપાળી છોકરી હાથમાંથી જતી રહશે. ગામમાં બીજી વખત ધૂમધામ કરી લેજો કોણ જોવા આવવાનું છે.”બાને મામાની વાત સાચી લાગી! પછી બે પરિવારની વચ્ચે સાદગીથી લગ્ન  લેવાયા!

બાએ લાખ સાથે પચીસ ખુશ થઈને વધારે આપ્યા. અમને વળાવા મામા અને છોકરીની બા રેલ્વેસ્ટેશન સુધી આવ્યા. માલતીની આંખમાં કુત્રિમ આંસુ પણ નોહતા. તેનું નામ માલતી છે, મને પણ લગન પછી જ ખબર પળી....

ટ્રેન ઉપડી, હું બા અને માલતી સમાન સાથે ગોઠવાઈ ગયા હતા. ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો. સાંજે બિસ્તરા-પોટલાં સંકેલી લીધા હતા.અંધકાર સામે પ્રકાશને હાર માનવી પડી હતી. ધીમેધીમે મુંબઈ છૂટી રહ્યું હતું. ક્યારે ઊંઘ આવી ગઈ ખબર નહીં, ઊઠયો ત્યારે માલતી મારા ખભે માથું મૂકી નિદ્રામાં હતી અને હું તંદ્રામાં મારી અર્ધખુલેલી આંખમાં ધૂંધળું ધૂંધળું દેખાઈ રહ્યું હતું.આંખ ખુલ્લી, બા મારી સામે નોહતી, મારી ઊંઘ ઊડી ગઈ હતી. મે માલતીને પણ ઉઠાવી દીધી હતી. “ ક્યાં હુવા ઇતને ડરે હુવે ક્યૂ હો?”

“બા કહી દિખ નહીં રહી હૈ...”

“બાથરૂમ ગઈ હોગી, ક્યૂ ટેન્શન લેતે હો...”

પાંચ, દશ, પંદર પૂરી પંદર મિનિટ થઈ ગઈ, બા હજુ આવી નહીં, મે માલતીને ફરી ઉઠાળી “ફીરસે ક્યાં હુવા ?”

“બા અભિ તક આઈ નહીં”

“બાથરૂમ કી તરફ દેખલો, વંહી કંહી હોગી...”


બા અહી પણ નોહતી, હદય જોરજોરથી ધબકી રહ્યું હતું, “બા બા.... મફલક બાંધેલા એક ચહરાએ પૂછ્યું “ કિસે ઢૂંઢ રહે હો?”

“મેરી બા કો...”

“વો બુઢિ ઓરત તો કૂદ ગઈ “કહેતા તે હસ્યો.. અવાજ ક્યાંક સાંભળેલો સાંભળેલો લાગતો હતો. પવનનો એક જોકો આવ્યો..ચહેરા પરનો નકાબ ખુલ્લી ગયો.

“મામા તું, શું કર્યું મારી બા સાથે ?”

“એ તો ભગવાનને પ્યારી થઈ ગઈ..” તેના ચહેરા પર શૈતાની હતી. મોહન તેને મારવા આગળ વધતો હતો ત્યાં માલતીએ પીઠ પર રામપુરી ખોંપી દીધું.

“ બુઢિયાને ઉસ રાત કો પૈસે દે દિયે હોતે તો, ઈતના નાટક નહીં કરના પડતાં...”

ચાકું હજુ તેના શરીરમાં જ હતો. તે પહેલા માલતી અને પછી કંસની સામે મોહન જોઈ રહ્યો હતો.

“જલ્દી કરો કોઈ આ રહા હૈ....” કહેતા જ બને થઈને તેને ટ્રેંન નીચે ધક્કો દઈ ધીધો....છૂકછુકની અવાજ વચ્ચે તેની ચીંખ દબાઈ ગઈ.


સમાપ્ત


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ