વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુરુ પૂર્ણિમા

*બ્રહ્મ નું તાળું*

ગુરુ નો સાંભળી નાદ, તૂટ્યું બ્રહ્મ નું તાળું.

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું

સાધના થી પ્રત્યેક જણ યોગી સંત ને સાધુ. 

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

ઈશ્વર રૂપી નામનું જગતમાં ભરવું પડે ભાડું. 

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

હુ શરીર ને તું ચેતના ચાલે છે જીવન ગાડું.

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

તમે જે નામ લો તે નામમાં નથી હવે કઈ મારું. 

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

એકતારો વાગે અદ્વૈતનો, ખુદમાં ખુદ ને ભાળું.

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

આ શૂન્યની દુનિયામાં નથી કંઇ મારું મારું.

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

મનનાં ઓરડે કેસર વરસ્યું ,અમર માંડવો રચાયો

ગુરુ પ્રતાપે બ્રહ્મજ્ઞાન પીરસાયું..

વેદવ્યાસ જી ના ચરણે મોક્ષ માર્ગે હુ ચાલું.

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

~ *બીજલ જગડ* "સાગર"

મુંબઈ ,ઘાટકોપર.

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ