વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિરહ ની વેદના

શીર્ષક.  : - વિરહ.

????????????????????????????????????????????????????????

નથી જાણતી ...
તારાં વિરહની વેદના સહી શકીશ કે નહીં.!!
પણ એટલું જાણું છું...
તું જરૂર રહી લઈશ..મારાં વગર...

નથી જાણતી ..
એવું શું કર્યું હતું મેં, કે આમ મારાથી વિખૂટો પડ્યો??
એકવાર તો કહેવું હતું...
તારી જરૂર નથી હવે... હસતાં હસતાં નીકળી જતી..

નથી જાણતી ...
એવો તે કેવો સાથ મળી ગયો તમને..??
એકવાર બતાડવું તો હતું,
જે અમારી લાગણીઓ કરતાં વધારે વ્હાલું લાગ્યું..

નથી જાણતી...
તારાં વગરની દુનિયા કેવી હશે મારી ??!!
એકવાર તો મહેસૂસ કરવી હતી...
જે લાગણીઓ મારાંમાં તારા માટે હતી...

નથી જાણતી..
જીવી શકીશ તારાં વગર....??!!
એકવાર તો કહેવું હતું...
મારાં વગરનું તારું જીવન અધૂરું રહેશે...

એકવાર તો હાથ પકડવા હાથ લાંબો કરવો હતો..
નથી જાણતી...
હવે આ હાથ બીજા કોઈને સોંપી શકીશ...??!!
નથી જાણતી...તારાં વગર જીવી શકીશ...??!

        ✍.ધ્રુપા પટેલ.
????????????????????????????????????????????????????????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ