વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મહત્યા

  'suicide '



ઓછા માર્ક મળ્યા ......

ડિપ્રેશન મા છું........

અસ્થિર સંબંધો........

ધંધામાં આવતી ખોટ.....

કાયૅ ક્ષેત્ર મા આવતી નુકશાની ......

ઘરના સભ્યો થી કંટાળવુ......


બધાનો એક જ ઉપાય suicide?

સારૂ થયુ દેશ ૧૯૪૭મા આઝાદ થ‌ઈ ગયો નહિતર જો આજના યુવાનોને આઝાદી ની લડતમાં ઝંપલાવા કહ્યું હોત તો એમાંથી અડધા અંગ્રેજો ના ત્રાસ થી ને અડધા આત્મહત્યા થી જ મરી જાત મારા થી નહીં થાય એમ વિચારી ને.

           જીવન જીવવા આપ્યું છે મરવા નહીં.​

   તમારુ એક ખરાબ પગલે થી તમારો તો જીવ જશે પણ તમે એ વિચાર્યું નાનપણ થી તમને મોટા કર્યા એ "મા"નું શું? પોતાની સાયકલ પર બેસાડી ને દુકાને લ‌ઈ જતા "બાપ "નુ શું? વાર્તા કરતા એ દાદી નું શું ? તમારા નાના ભાઈ-બહેન શુ શીખશે તમારા માથી કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ગળાફાંસો ખાઇ લેવાનો .તમારા માટે માત્ર તમે ​મરો છો પણ ના પોતાની પરિવાર ની લાગણી ને પણ તમે મારી નાખો છો.

           આ સારુ નિષ્ફળતા મળે એટલે જીવ ગુમાવી દેવાનો સારુ સચિન તેંડુલકર , ધીરૂભાઇ અંબાણી, અમિતાભ બચ્ચન જેવા લોકો આવા વિચારસરણી ધરાવતા નથી.

            નહિતર સચિન દસમા ધોરણમાં ફેલ થવાથી ગળાફાંસો ખાઇ લેત, ધીરૂભાઇ લોન ન મળવાથી એસિડ પી લેત ને અમિતાભ બચ્ચન પોતાના અવાજના કારણે હાથની નસ જ કાપી નાખેત.

      જો એવું થયું હોત તો આપણ ને ધ ગોડ ઓફ ધ ક્રિકેટ ન મળેત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ન મળેત , અને મહાન એકટર ન મળેત.​

     એ લોકો ના જન્મ વખતે એ લોકો ને ગોડ ગિફ્ટ નહોતુ મળયુ કે લાઈફ ટાઈમ દુઃખ આવશે જ નહીં નિષ્ફળતા મળશે જ નહીં. પણ નિષ્ફળતા જ સફળતા નુ પહેલું પગથિયું છે . અને આપણે શું વિચારીએ

ભગવાન મારી સાથે જ આવું કરે ,

મને જ દુઃખ આપે .

મારા થી નહીં થાય હુ શું કરું

અહિયાં જ પ્રોબ્લેમ છે ક‌ઈક થાય એટલે ભગવાન પાસે બેસી ને ભગવાન ને નાળિયેર ની લાલચ આપવાની જો માત્ર એક નાળિયેર થી ઉપર વાળો દુઃખ દુર કરતો હોત તો આજે મંદિર ની જગ્યા એ નાળિયેરી ના બગીચા હોત.

     એ તો તારી પરીક્ષા કરે છે કે શું તું નિષ્ફળતા સહન કરી શકેશ?

પ્રાર્થના કરો પણ‌ માત્ર પ્રાથૅના નહીં સાથે મહેનત

એક વાર કામ પાર ન પડયુ બીજી વખત ....આમ ને આમ જયા સુધી તમે એમા બેસ્ટ ન બનો ત્યાં સુધી આશા ની દોર ઢીલી ન કરો .

આત્મવિશ્વાસ પેલા હોવો જોઈએ . બીજા થી થાય તો મારાથી કેમ નહીં હું ક્યાં ભુલ કરુ છુ પણ હિંમત તો કયારેય નહીં હારવાની .

      

       તમે લીધેલ એક ખોટુ પગલુ કોઈકના જીવન ને રોજ ઠેસ પહોચાડશે એ વાત યાદ રાખજો.

     દસ અને બારમા ની બોડૅના રિઝલ્ટ ના દિવસે અવનવી સ્કૂલ ના ન્યુઝ પેપર મા ફોટો આવે અમારી શાળા ના ઝળહળતા તારલા અને એ વિધાર્થી ના પણ ફોટો હોય .અને બીજા જ દિવસે એ જ ન્યુઝ પેપર મા હેડલાઇન હોય બોડૅ પરિક્ષા મા ઉતીર્ણ ન થવા બદલ આત્મહત્યા કરી જીવ ગુમાવ્યો.

         ગજબ છે ને પોતાના એક વર્ષ ની મળેલ નિષ્ફળતા થી આખુ જીવન ગુમાવી દીધુ કેમ ?

સોસાયટીના લોકો શું કહેશે.?

પપ્પા પોતાનુ મો કેવી રીતે બતાવશે ?

બસ આ જ વાંધો છે બીજા શુ કહેશે

         લોકોનુ તો કામ જ કહેવાનું જો 99.99 આવે તો આપણે બીજા માથી જોઈને લખ્યું છે ને ફેલ થાય તો આપણે પેલે થી જ ભણવામાં નબળા છીએ. દુનિયા ને સમજાવવા કરતા પોતાની જાત ને સમજવુ વધુ સારૂ.

"કુછ તો લોગ કહેગે હી

       આખીર લોગો કા કામ હી હે કહેના"

જયારે વ્યક્તિ ને અપેક્ષા થી ઓછુ મળે છે ‌તયારે માણસ દુઃખી થાય છે પહેલા મહેનત કરો ઉપરવાળો આપવુ હોય એટલુ આપી દેશે.

        જો બેટા! તારે સારા માર્ક આવશે તો આપણે પાર્ટી કરીશુ પણ કયારેય કોઈ એમ નથી કહેતુ કે ઓછા માર્ક આવશે તો પણ આપણે પાર્ટી તો કરીશું જ.

લોકો શું કહેશે એ ડર થી જો તમે ક‌ઈ કરતા નથી તો સમજી લેવાનું જિંદગી ની પેલી પરિક્ષા જ આપણે હારી ગયા.

          

       દુનિયા નું વિચારીશું તો કયારેય ભેગુ નહીં થાય કારણ કે જયારે ચાલતા નતુ આવડતું તયારે પડવા ન દેતા અને આજે જ્યારે ચાલતા આવડે છે તયારે પાડવા મથામણ કરે છે .

           ગમે તેવી પરિસ્થિતિ હોય માત્ર એટલુ વિચારવાનુ

આ સમય પણ ચાલ્યો જશે.

          જિંદગી ખુબ સરસ છે પણ માણતા નથી આવડતું અને મનુષ્ય જાતિ જ એવી છે સાયકલ વાળા ને  બા‌ઈક લેવુ છે ને બાઈક વાળા ને કાર ને કાર વાળા ને મર્સિડીઝ.

        

             ખબર નહિ માણસ ને સુંદર ઘર બાંધતા આવડે છે પણ રેતા કેમ નહીં.

        કોને ખબર કલાસ મા લુઝર કહેવાતા વર્ષો પછી પોતાની જ એક કંપની ખોલે .  શુ શકય છે ?

હા કેમ‌ નહીં .

જો ખરેખર ક‌ઈક કરવાની ઈચ્છા હોય તો બધુ શકય છે .

        આત્મહત્યા એ ખરેખર કાયરતા ની નિશાની છે .

કોઈકે ખુબ સરસ કહ્યું છે.

​   

     'ગરજ' અને 'ગેરહાજર' આ બે જ સમયે વ્યક્તિ ની કદર થાય જીવતા હોય ત્યારે ગરજ ના કારણે અને  પછી કદર કરી ને શું જ્યારે એ પોતે કબરમા પુરાય ગયો.



માત્ર આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થ‌ઈ શકે .




LIFE IS SO BEAUTIFUL

બસ જીવતા શીખી જાવ...........





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ