વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તમને જોઈએ છે બહુમતી

    દોસ્તો , મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી પણ , રાજકારણીઓ જે મેલી રમત રમીને ખડબદતું રાજકારણ ખેલી રહ્યા છે તે જોઈને હદયમાંથી હાયકારો નીકળી જાય છે , તેમને ચાબખા મારવા માટે કવિતા સ્વરૂપે મારી બે પંક્તિ ............

તમને તો જોઈએ છે , સો ટકા બહુમતી ,
નહીં મળે એમાં , લેશ પણ અમારી સહમતી ,

બહુ થાકી ગયા તમે , ખાટી છાશ મથી મથી ,
પણ બધું માખણ ક્યાં , ચોરી ગયો દ્વારિકાપતિ ,

તમારે તો બનવું છે , સર્વેસર્વા ગાદીપતિ,
નહીં મળે તમને , અમારી ચીનીકમ ચાયપત્તિ ,

વધારે વંઠી ગયા તમે ,ચલાવી મેલી મનોવૃત્તિ ,
પણ ભટકાશે માથાનો, સળગાવશે દીવાબત્તી ,

ભડભડ બળી લંકા , ન ચાલી રાવણવૃતિ ,
કઈ વાડીના મૂળા તમે , મુકો હલકટવૃત્તિ ,

દેશમાં ચાલે અત્યારે , આપતકાલીન સ્થિતિ ,
રોટલા શેકવા કરતા , જાણો ગરીબની મનસ્થિતિ ,

મોકલ્યા દેશસેવા કરવા , જોઈ ખરી આપત્તિ ,
તમે કરી પોતાની સેવા , ક્યારેક કરો રાષ્ટ્રભક્તિ,

બહુ ગંભીર છે અત્યારે , દેશની પરિસ્થિતિ ,
ચાઇના સેરવી લેશે , તાજતણી ગલવાનપટ્ટી ,

તારું મારુ બંધ કરી , દેખાડો દુનિયાને એકમતી ,
પૂછો પાકિસ્તાનને , હિંદસેનાની ધણધણાટી ,

એક બની કરો ટંકાર , છોડી છળકપટવૃત્તિ ,
"વલભીપુરી " કહે રાજી થશે , સરદાર નર્મદાતટી ,

       કવિરાજ નિલેશ ભરોડીયા " વલભીપુરી " ની " કવિતા કાળજાની કટાર " માંથી વિણેલા મોતી સ્વરૂપે


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ