વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મખમલી બિછાને

નથી ઊંઘ આવતી મને આ મખમલી બિછાને,

પથ્થરે સુવા ટેવાયેલો એવો અલગારી છું...


રાહ જોઈ જોઈ ને થાક્યો આ મખમલી બિછાને,

નિંદ્રાદેવી છે રિસાયેલ એવો અભાગી છું...


ટક ટકના અવાજને તાકતો બેઠો મખમલી બિછાને,

ઘડિયાળમાં વહેતો સમય રોકવાને અસમર્થ છું...


પડખા ફેરવતો હું આમતેમ આ મખમલી બિછાને,

વાટ નિરખતો વિસામાની,એવો પથિક છું...


પ્રહર વીત્યા ત્રણ, છતાં જાગતો હું મખમલી બિછાને,

કુદરતના એ સુખથી વંચિત, કેવો કમનસીબ છું...


તજી દીધી સહુ આશ આખરે મખમલી બિછાને,

પોઢયો સુખેથી ભોંય પર, એવો વૈરાગી છું...


નથી સમજાતું, શા કાજે મોહે સહુ મખમલી બિછાને,

ધરણીની ગોદમાં જ રહેતો જીવ હું મસ્ત છું...


નથી ઊંઘ આવતી મને આ મખમલી બિછાને,

પથ્થરે સુવા ટેવાયેલો એવો અલગારી છું...


- ભાવિક પ્રજાપતિ


Like

https://www.facebook.com/bhavikprajapatii/

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ