વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓળખાણ

(લઘુકથા)


         - હરિ પટેલ


તમે મને ઓળખ્યો ?

જવા દો એ વાત...

તમારા પતિ ?

ઓહ માય ગોડ ! મને ખૂબ દુ:ખ થયું આ જાણીને…

- અને સંતાનોમાં... ?

બન્ને ઠરીઠામ થઈ ગયા ! તમને એકલાં છોડીને ? ભાગ્યના લેખ બીજું શું ?

તે સોફા પરથી ઊભો થયો.

હવે, હું રજા લઉં ? 

મારી ઓળખાણ ? તમને યાદ છે ? વર્ષો પહેલાં લૉ ગાર્ડનમાં અચાનક આપણે મળ્યાં... પૂરી ઓળખાણ થાય તે પહેલાં તો...

***

© Hari Patel

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ