વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ રક્ષાબંધન !



ભાઈ ,

તને  યાદ છે ?

એ રક્ષાબંધન  !

રાખડીની પસંદગી માટે

તારી ધમાલ.

તું કહેતો,

હું કહું તે જ લેવાની ,

અને

હું ડીંગો બતાવતી .

બા બિચારી મુઝાતી !

કેટલી મોંઘી !

આખરે જીદ આગળ નમી જતી.

આપણામાં સમાજ ક્યાં હતી !

આપણે પૈસા લઈને,

ખિલ ખિલ કરતાં દોડી જતાં .

આપણે તો આપણામાં જ મસ્ત .

એની આંખોમાં આશીર્વાદનો ,

ધોધ છ્લકાતો .

આપણે ક્યાં એ બધુ જોતાં !

બા પાલવના છેડાની ગાંઠે બાંધેલો સિક્કો ,

મને આપવા તને આપતી .

તે રૂપિયો  હું સાચવતી .

પછી તો આપણે .....

મો...ટા થઈ ગયા .

મસ મોટી ગિફ્ટ !

પણ ....હજુ ક્યારેક પેલો સિક્કો...!

                            

-ગીતા શુક્લ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ