વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપના સાજન તારા દેખાય છે.

વરસાદના ટીપાં ટીપા માં, મને સપના સાજન તારા દેખાય છે.

કોણ જાણે ક્યારે આ સુખી ધરતી પર, વર્ષાના એંધાણ દેખાય છે.



મન અને હૈયું હવે તરસી તરસી ને, સાજન વિના થાકી ગયેલું દેખાય છે.

ઉમંગનાં ઊંડા વિચારે આજે તેના આગમનના અનેરા એંધાણ દેખાય છે.



મારા માટે આજનો સમય એક પળ પણ સો યુગ બરાબર દેખાય છે.

ઘડી ઘડી સમય સાથે વાતો કરતો સમય પણ મજાક કરતો દેખાય છે.



બધા માટે તે એક મહેમાન છે પણ મને મારો પિયુ  દેખાય છે.

આવી રહેલી તેની ગાડી જોઈ કોઈ અજીબ એંધાણ દેખાય છે.



કોઈ કશું પણ કહેતું નથી મને, પણ મારો પિયુ તિરંગા માં સામેં સૂતો દેખાય છે.

બંગડી તૂટી, સાંદલો ભૂસાણો, મને મારો સંસાર પિયુ વિના  છુનો દેખાય છે.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ