વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાનજી

છંદ - બસીત

બંધારણ- ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

શીર્ષક : કાનજી


નાચો તમે આંગણે, વાંધો જરા પણ નથી;

ગાઓ તમે બારણે, વાંધો જરા પણ નથી.


ઝૂલાવું આ અંતરે, માતા બની કાનજી ;

ઝૂલો તમે પારણે, વાંધો જરા પણ નથી.


નિર્મળ હ્રદય તો, સદા છે પ્રેમમાં કાનજી ;

બાંધો તમે તાંતણે, વાંધો જરા પણ નથી.


આકાશ સમ પ્રેમમાં, વિરાટ છો કાનજી ;

છોડો આ બંધારણે, વાંધો જરા પણ નથી.


તમને  વિસારૂ હું ના, પણ જો તમે કાનજી ;

ભૂલો કશા કારણે, વાંધો જરા પણ નથી.


બોલાવશો પાસ, એ આશા ઉરે કાનજી ;

ઝીલો તમે પાંપણે, વાંધો જરા પણ નથી.


વંદન "અમી-પ્રીત"નાં, સ્વીકારજો કાનજી ;

આવો આ સમરાંગણે, વાંધો જરા પણ નથી.


✍️ પ્રીતિ શાહ ("અમી-પ્રીત")


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ