વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ, હા એ જ વરસાદ...

વરસાદ, હા એ જ વરસાદ... 

વરસાદ, શું કહું આ વરસાદને? 

શું લખુ આ વરસાદને?


વરસાદ, હા એ જ વરસાદ... 

જે પાણીથી પણ ભીંજવે અને લાગણીથી પણ ભીંજવે.


વરસાદ, હા એ જ વરસાદ... 

જે બાળકોમાં માસુમ મસ્તીનું તોફાન  લાવે,

અને ખેડૂતોને વાવણીની વધાઈ પણ લાવે. 


વરસાદ, હા એ જ વરસાદ... 

જેમાં બાળક બની કાગળની હોડી ચલાવવાનું ગમે, 

તો યુવાન બની પ્રેમી સાથે હિલોળે ચડવાનું  પણ ગમે. 


વરસાદ, હા એ જ વરસાદ... 

જે પ્રીતમનો પ્રેમ છલકાવે,  

અને દુર રહેલા પિયુના વિરહની અગનમાં જલાવે. 


વરસાદ, હા, એ જ વરસાદ... 

પ્રિતમના ઓફીસ ગમનનો અફસોસ લાવે, 

અને પ્રિતમના સાથે હોવાની ખુશી પણ લાવે. 


વરસાદ, હા એ જ વરસાદ... 

જે પોતાની મનમાની ચલાવી પ્રિતમ પાસ જીદ્દ કરાવે, 

અને તેની આમન્યા જાળવવાની ફરજ પણ નિભાવે. 


વરસાદ, હા એ જ વરસાદ... 

જેમાં ચોકલેટની જેમ ઓગળવું ગમે, 

અને ભજીયાની જેમ ક્રીસ્પી રહેવું પણ ગમે. 


વરસાદ, હા એ જ વરસાદ...

જે કુદરતનો દરેક જીવ પ્રત્યેનો પ્રેમ દર્શાવે, 

અને વાદળના ગડગડાટ સાથે મુજ હૈયે થનગનાટ જગાવે. 

..... અલકા કોઠારી 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ