વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રહસ્ય એ રાત નું

પાત્ર:

શુભમ (ટ્વીસા નો મૃત્યુ પામેલ‌ પતિ)

ટવીસા ની બે પુત્રી

નીયાઅને જાસ્મીન

ટવીસા ના સાસુ કલયાણીજી

નિયા નો પ્રેમી વિવેક

નિયા ની બાજુ માં રહેતી મિત્ર પિયુ

તેનના પડોશી કેતન શાહ

તેમના ફેમિલી ડોક્ટર મિસ્ટર કપુર

અને નીયા ની કોલેજ બેસ્ટ ફ્રેન્ડ ખુશી

ખુશી ના વકીલ દયા દિવાકર સર અને તેમનો સહાયક વરુન

પોલીસ ઓફિસર વેદાંત સર .

વિરોધી વકીલ ખત્રી સર

           સ્થળ: શુભમ'સ વિલાસ

નિયા ની તબિયત સારી ન હોવાથી તેમના ફેમિલી ડોક્ટર મિસ્ટર કપુર  નિયા ને મેડિસન આપી ને સીડી થી નીચે ઉતરે છે નીચે નીયા નુ ફેમિલી ખુબ ટેન્શન માં છે પણ ડોક્ટર કપુર ના કહયા પ્રમાણે નીયા ને  સવાર થતા સારૂ થ‌ઈ જશે એટલે સૌ ને હાસ નો અનુભવ થાય છે .

   બીજા દિવસે રાત્રે :

(મિસ્ટર કપુર નીયા ને ઈનજેકશ આપી ને ગયા પછી પણ નીયા ની તબિયત ખુબ જ બગડે છે તેમનુ ફેમેલી

ભુત પ્રેત માં માનતુ હોવાથી અને નાનપણ થી જ ખુશી આત્મા ને જોઈ શકતી હોવાથી તેને બોલાવે છે)

         સ્થળ : શુભમ'સ વિલાસ

રાત્રિના અઢી વાગ્યા હતા અમાસ ની એ રાત હતી  ચારે બાજુ તમરા અને અજીબોગરીબ અવાજ કાને અથડાતા હતા . ખુશી નીયા ના ધરે પહોચે છે

   નિયા ના મમ્મી રડતા રડતા ખુશી ના હાથ જોડી કરગરવા લાગે છે અને કકૅશ અવાજ માં બોલે છે

' દીકરી મારી નીયા ને બચાવી લે '

અચાનક જોર થી ચીખવાનો અવાજ આવે છે ખુશી દોડતી ઉપર નીયાના રૂમમાં જાય છે . 

    નિયા ના ના રૂમ નો દરવાજો ખુલ્લો હોય છે ખુશી અંદર જતા જ અચાનક લાઈટ બંધ થ‌ઈ જાય છે નિયા ના રૂમ માં બધી વસ્તુઓ વિખરાયેલ હોય છે

ખુશી : નીયા........નીયા તુ કયા છો .

અંધકાર ને એ અમાસ ની રાતમાં  ખુલ્લા વાળ રાખીને નીયા ટેબલ પર બેસી હતી ત્યાં અચાનક  ભયાનક અવાજ આવે છે જે અવાજ નીયા નો નહોતો

'તુ આવી જ ગ‌ઈ મરવા' અને હસવાનો અવાજ આવવા લાગે છે .નીયા નો ચીખવાનો અવાજ આવે છે.

    લાઈટ ચાલુ થાય છે ટ્વીસા અને નીચે બેઠેલા તમામ અવાજ આવતા ની સાથે નીયા ના રૂમ માં દોડી ને જાય છે . બધા ના ચહેરા ફાટયા જ રહી જાય છે. નીયા ના શ્ર્વાસ થોભી ગયા હોય છે . ત્યારે રૂમમાં માત્ર ખુશી હોવાથી આરોપ ખુશી પર આવે છે .

( નીયા ના મર્ડર ના કેશમાં ખુશી ને જેલની સજા થાય છે.આ ખબર ન્યૂઝ પેપર માં પણ આવી હતી.)

    

    સ્થળ : વકીલ દયા દિવાકર સાહેબ ની ઓફીસ .

   ઓફિસમાં દિવાકર સાહેબ અને તેમના સહાયક મિત્ર વરૂન બેઠેલા છે . ન્યૂઝ પેપર મા ખુશી ની ખબર વાચી તે વિચારના વમળમાં ખોવાઈ જાય છે વરૂન ને આમ જોઈને દિવાકર  બોલે ..

'કયા ખોવાઈ ગયો મિત્ર '

વરૂન : સર આને હું ઓળખું છુંખુશી મિશ્રા .

નાનપણ થી જ દુઃખી આત્મા ને જોઈ અને તેમની સાથે વાતો કરી શકતી . ખુબ સારા પરિવાર માં તેનો ઉછેર થયો છે પણ એના નસીબ બે વર્ષ પહેલાં જ પરિવાર ગુમાવી દીધો . સર પ્લીઝ તમે આ કેશ લડો.

દિવાકર સર: જો તુ કહેતો હોય તો ચાલ હમણાં જ હુ ખુશી ને મળી લવ છુ.

       સ્થળ: પોલીસ  સ્ટેશન

( પોલીસ ઓફિસર વેદાંત સાહેબ અને વકીલ દિવાકર ખુશી ને મળવા જઈ રહ્યા છે વચ્ચે તેમને આ કેશમા ખુશી ની વિરુદ્ધ કેશ લડતા ખત્રી સાહેબ મળે છે )

ખત્રી : ઓહહ મિસ્ટર દીવાકર મસહુર વકીલ પણ લાગે છે આ વખતે તમારા નસીબ ખરાબ છે સલાહ માનો તો કેશ છોડી દો.

દિવાકર :  નાઈસ ટુ મીટ યુ ખત્રી સાહેબ પણ હવે અદાલત માં જ મળી સીયુ સુન .

( બંને છુટા પડે છે )

દિવાકર સાહેબ ખુશી ને મળે છે

દિવાકર : હુ માત્ર તમને એટલુ જ પુછીશ શું નીયા નુ મૃત્યુ તમે.....

( દિવાકર સર ને અધવચ્ચે થી જ અટકાવતા)

ખુશી: ના નીયા નું મૃત્યુ શૈતાનને કરેલુ છે એ કોઈ ને નહીં છોડે કોઈ ને નહીં

દિવાકર : તારે તારૂ જુબાની બદલવી પડશે કારણ કે કોર્ટ કે જજ તારી આ ભુતિયા વાત ક્યારેય કબુલ નહીં કરે‌ છે .

ખુશી : પણ‌ સત્ય આ જ છે  તો...નીયા ને બધા મા શૈતાન દેખાતા અને એ અજીબ વતૅન કરતી .અને મૃત્યુ સમયે એના હાથમાં નિશાન એ શક્તિ એ જ ચિતરયા હતા.

દિવાકર:  ઓકે સારૂ તો મળી કાલે અદાલત માં .

દિવસ ૧

સ્થળ: અદાલત

(  ટવિસા , કલ્યણીજી, જાસ્મીન, વિવેક , પીયુ, ડો.કપુર, સાયકોલોજીસ્ટ ડો. મિશ્રા,કેતન શાહ

બંને પક્ષો ના વકીલ અને ખુશી પોતાના સ્થાન પર છે )

જ્જ સાહેબ આવતા બધા ઊભા થ‌ઈ આદર આપે છે.

જ્જ: કોર્ટ ની કાયૅવાહી શરૂ કરો .

ખત્રી: સર બુધવારે રાત્રે ત્રણ વાગ્યે નીયા  નુ મડૅર થયુ. ત્રણ વાગે એના રૂમ મા હાજર વ્યક્તિ માત્ર  ખુશી .

જજ: સાક્ષી કે સાબિતી બતાઓ

ખત્રી : સર મારો પહેલો સાક્ષી  સાયકોલોજીસ્ટ ડો મિશ્રા ને હુ વિટનેસ બોક્ષ મા બોલાવા માગુ છું.

જ્જ: મંજુરી છે

ખત્રી: નીયા ના મમ્મી એ તમને એમની સારવાર રાખેલ તો શુ નીયા ને શું. બિમારી હતી.


ડો .મીશ્રા: જી હા એમને જ મને નીયા ની સારવાર માટે રાખેલ કયારેક માણસ પર કોઈ સ્ટ્રેસ ના કારણે ખરાબ અસર એના મગજ પર પડે છે નીયા ને આવુ જ હતુ રૂમ માં કોઈ ન હોવા છતાં એને ભયાનક અવાજો આવતા  , મધમાખી દેખાતી , લાલ આંખો દેખાતી .

ખત્રી: તો સારવાર બાદ શુ પરિણામ આવ્યું ?

ડો. મિશ્રા:  જી ના નીયા ના પરિવાર ના લોકો એ ખુશી ના કહેવા થી અધવચ્ચે જ સારવાર બંધ કરાવી દીધી.

ખત્રી: કેમ ,કેમ  બંધ કરાવી દીધી?

ડો.મિશ્રા: કારણ કે ખુશી એવું માનતી હતી આની પાછળ કોઈ શૈતાની શક્તિ છે .

ખત્રી: શુ જો નીયા ની સારવાર ચાલુ રહેત તો એ આપણી વચ્ચે હોત?

ડો.મિશ્રા: હા કેમ નહીં!

ખુશી: પણ એને કોઈ સ્ટ્રેસ ના કારણે આવુ નથી થતુ પણ શૈતાની શક્તિ હતી

(કોર્ટ મા ચર્ચા ચાલુ થતા )

જ્જ : ઓર્ડર ઓર્ડર

ખત્રી: આપ જ‌ઈ શકો છો .

         ધ કેસ ઈઝ સોલ માય લોર્ડ

જ્જ: મિસ્ટર દિવાકરજી શુ તમે કોર્ટ ને ક‌ઈક કહેવા માગો છો .  આપ જાણો છો કે અદાલત ભુત આતમા માં નથી માનતી છતાં આ કેસ લ‌ઈને ભુલ કરી છે.

(દિવાકરજી ઊભા થાય છે)

દિવાકર: જી હુ ટવીસાજી નીયા ના મમ્મીમી ને વિટનેસ બોક્ષ માં બોલાવા માગું છું.

જ્જ: મંજુરી છે

દિવાકર : તમે નીયા નુ બે-ત્રણ દિવસ નૂ વણૅન કરી શકો.


ટ્વીસા: જી હા નીયા અજીબોગરીબ વતૅન કરતી , રોજ ત્રણ વાગ્યે એની ઊંધ ઊડી જતી એલામ ત્રણ વાગ્યા નુ ન મુકવા છતા એક્ઝેક્ટલી ત્રણ વાગ્યે એલાર્મ વાગવા લાગતુ મધમાખી ઓ એના રૂમમાં આવી જતી . અને એક રાત્રે તો નીયા ની ઊધ ત્રણ વાગયા ના એલામ થી ઊડી ગઈ પણ એને ત્રણ વાગ્યે નુ એલામ રાખ્યું જ નહોતુ .એને જલવા ની ગંધ આવતા તે પોતાના રૂમમાં જોવા લાગી અચાનક ભયાનક અવાજો આવવા લાગ્યા

કે નીયા તારા બેડ નીચે જો . જ્યારે નીયા એ બેડ નીચે જોયુ એને ભયાનક લાલ આંખો દેખાઈ એ દોડતી દોડતી રૂમની બહાર નીકળી ને બૂમો પાડવા લાગી કે મમ્મી મારા રૂમમાં....પણ જ્યાંરે અમે લોકો‌એ જોયું ત્યારે ત્યાં કશું જ ન હતું .પણ હા મધમાખી હતી.

જ્જ: દિવાકર પણ અદાલત આ વાત પર પર વિશ્વાસ નથી કરતી જો પાકુ સાક્ષી કે સાબિતી હોય તો...

(અટકાવતા) (ફોટા બતાવે છે)

સર આ નિસાનો તો માણસે  જ કરી શકે . અને એ નિસાન ખુશી એ કરેલ નથી કારણ કે તેનુ ડ્રોઈંગ સારુ નથી .

જજ: બીજુ કંઈ

દિવાકર: સર મને થોડા દિવસ નો સમય  આપો.

જ્જ: તો ઠીક છે

( જજ સાહેબ ને અધવચ્ચે અટકાવતા )

ખત્રી: પણ બધા જ સબુતો ખુશી તરફ ધ્યાન દોરે છે તો પછી સમય .....

જજ: અહિયા જજ હું છું કે તમે મિસ્ટર ખત્રી .

ખત્રી: માફી સાહેબ

જજ: તો આ અદાલત તમને બે દિવસ ની રજા આપે છે પણ‌ જો આ બે દિવસ માં તમે કોઈ સાબીતી કોટૅ ને ન આપી તો મજબુરી એ ખુશી ને જેલ થશે .

અદાલત પુરી થયા બાદ ખત્રી સાહેબ દિવાકરજી સાથે વાર્તાલાપ કરે છે

ખત્રી: મિસ્ટર દિવાકર જી હજુ સમય છે કેશ છોડી દો બાકી આવતા ચુકાદા મા તમે હારવા ના છો એ તો નિશ્ર્ચિત છે .

દિવાકર: આભાર તમારો પણ એક વાર કેશ ને હાથમાં લીધા પછી હાર ના ડરે એને છોડી દ‌ઉ એ મારા નીયમ મા નથી મળીએ પછી

(આમ કહીને હસતા હસતા દિવાકરજી ચાલ્યા જાય છે અને ખત્રી સાહેબ તેમની સામુ આખો કાઢી ને જોયા કરે છે )

            સ્થળઃ દયા દિવાકરસરની ઓફિસ

            સમય: રાત્રિ ના ૯


(પોતાની ખુરશી ઉપર બેસીને ક‌ઈક વિચાર માં ખોવાયેલા છે ત્યાં એમનો સહાયક વરૂન આવે છે)

વરૂન : સર આ તમે મગાવેલી બુક લાઈબ્રેરી એ થી હું શોધી ને લાવ્યું છું. પણ સર આ ભુતીયા બુક ની શૂ જરૂર

​દિવાકર: વિચારૂ છું કે આ બધી બુક વાંચી નાખુ આમાથી ક‌ઈક તો જાણવા મડશે ને.

વરૂન: હા સર મે પણ એવું સાંભળ્યું છે કે રાત્રે ત્રણ વાગ્યે આત્મા ........

દિવાકર: શું વરૂન તુ પણ આ વાતો પર વિશ્વાસ કરેશ .

વરૂન: પણ સર તમને શું લાગે છે આ બધુ આત્મા કરે છે.

દિવાકર: હવે એ તો ખબર પડી જ જાશે આ બધું શું છે .

(વરૂન ના મોબાઈલ ની રીંગ વાગે છે પણ વરૂન ફોન કટ કરી નાખે છે )

દિવાકર: કોનો સૈફાલી નો કોલ હતો ?

વરૂન હસી ને હા પાડે છે અને કહે છે હુ‌ ઘરે જતા રસ્તામાં વાત કરી લ‌ઈસ તો હું નીક‌ળુ કે ......

'હા....હા તુ નીકળ હુ આ વાંચી થોડુ કામ પતાવી લ‌ઉ.'

( વરૂનના ગયા પછી દિવાકરજી પેલી બુકો વાચે છે કયારે ઊંધ આવી જાય છે ખબર રહેતી નથી)

    અચાનક ત્રણ વાગ્યે ઓફિસ ના બધા એલામ વાગવા લાગે  છે દિવાકર જી ની આંખો ખોલે છે ઍલામ  મુકવા  ન છતા ત્રણ વાગ્યા નુ........

અચાનક ભયાનક અવાજો આવવા લાગે છે મધમાખી ઓફિસ ની બારી માંથી ઉડતી આવીને દિવાકરજીને કરડવા લાગે છે આસપાસ કોઈ શક્તિ હોય એવો અહેસાસ થાય છે ને પોતે બેભાન થઈ જાય છે.

             બીજા દિવસે.........

સવારે દિવાકર ખુશી ને જેલમાં મળવા જાય છે પોતાની સાથે બનેલ ધટના વિગતવાર જણાવે છે આ સાંભળી ને ખુશી દિવાકરજી ને કેશ ન લડવાની અપીલ કરે છે કે એ શૈતાની શક્તિ તમને પણ નહી છોડે . પણ દિવાકરજી પોતાની વાત પર અડયા રહે છે

  ખુશી કહે છે સર થોડા દિવસ પહેલા હુ એક રાત નીયા સાથે રહી હતી . ત્રણ વાગયા ની સાથે અચાનક એ જ મધમાખી એ જ ભયાનક અવાજો અને નીયા ની અંદર થી અવાજ આવયો બધા મરી જશો બધા , બદલો પુરો થશે મારો

    હવે સર તમે જ કહો એ રાતે શું એ મારો વ્હેમ હતો કે ... કે મને પણ નિયા ની જેમ ડિપ્રેશન ના કારણે માનસિક તણાવ અનુભવાતોહતો  ? છે કોઈ જવાબ તમારી પાસે .?

દિવારજી બોલ્યા મારી તો સમજ ની જ બાર છે‌.

 ( ‌ ભુત- આત્મા જેવા અંધશ્રદ્ધા માં ન માનવા વાળા દિવાકરજી પોતે પણ મુંઝવણ છે .)

         સ્થળઃ દિવાકરજી ની ઓફસ

દિવાકરજી અને વરૂન બેઠા બેઠા કેશ ની ચર્ચા કરી રહ્યા હતા ત્યાં ક્લયાણીજી નીયા ની દાદી ત્યાં આવે છે

શું હુ અંદર આવી શકું તેઓ દિવાકરજી પાસે રજા માગે છે

​'અરે દાદીજી તમે ,આવો ને કેમ નહી.'

​આવીને ખુરશી પર બેઠા અને બોલ્યા.

​    ' પાણી નહીં મળે'

​દિવાકર : વરૂન પાણી ...

​(પાણી પી ને)

​દિવાકર: દાદી અહિયાં આવવાનુ કારણ (દિવાકરજીને તેમનો વ્યવહાર અજીબ લાગે છે)

​કલ્યાણીજી: કેશ ની માહિતી આપવા .

​                 વર્ષો પહેલાં ની વાત આ શુભમ'સ વિલાસ શુભમ ના વિદેશી મિત્ર નુ હતું થોડા સમય પછી શુભમ ના પિતા એ દગા થી શરદ ની હત્યા કરી વધુ જાયદાત ના નામે  લાશ બંગલા માં જ દફનાવી દીધી આજે આટલા વર્ષો પછી એ પોતાની મોતનો બદલો લેવા આવ્યો છે બધા ને મારી નાખશે બધા ને.

​   બસ આટલી વાત. કરી તેઓ ચાલ્યા ગયા.

અદાલત નો બીજો દિવસ:

​(જજ સાહેબ આવવાથી બધા આદર સાથે ઊભા થાય છે)

​જજ: તો દિવાકરજી શું સાબિતી મળી આપને .

​દિવાકરજી કશુંક બોલે એ પહેલાં જ ખુશી એ જજસાહેબ પાસે બોલવાની અપીલ કરી

​ખુશી : જાણ થી કે અજાણથી સારવાર બંધ કરાવી નીયા ની મૃત્યુ ની પાપી હું જ છું તમે મને જે સજા આપો એ મંજુર છે.

​દિવાકરજી નજીક આવી ને ધીમે થી કહેછે ખુશી આ બધુ ....

​ખત્રી: હું તો શરૂઆત થી જ કહેતો હતો  વેલ ખુશી તો તમારા થી જ આ હત્યા થ‌ઈ છે .

​જજ: બધા જ સાક્ષી ઓ તમામ સાબિતી ના આધારે નીયા ની હત્યા ના આરોપમાં ખુશીને પાંચ વર્ષ ની જેલ ની સજા ફરમાવવામાં આવે છે .

​     સ્થળઃ પોલીસચોકી

​ખુશી પોતાની પાસે રહેલ માળા જેલ મા સાથે રાખવા વેદાંત સર ને અપીલ કરે છે  દિવાકરજી ત્યાં આવી પહોચે છે

'​આખો આરોપ પોતાના માથે લ‌ઈને તે ખોટું કર્યું '

"​જો માત્ર મારે જેલ જવાથી એ શૈતાની શક્તિ .....

​અને દિવાકરસર આ ઉપરવાળાની સજા છે મને નીયા નો જીવ ન બચાવા બદલ..."

​​સ્થળ: કબ્રિસસ્થાન​

​       નીયાની કબર પાસે બેઠેલ વિવેક રડતો રડતો એના અને નીયા ના ફોટો ફાડી રહ્યો હતો ત્યાં નીયાની બાજુમા રહેતી તેની ફ્રેન્ડ પીયુ ત્યાં આવે છે અને વિવેક ને કહે છે

​      નીયા નુ દુ:ખ તો મને પણ છે પણ હવે એ તો રહી નથી તો....

​ આટલુ સાંભળતા વિવેક ગુસ્સામાં કહે છે મારી જિંદગી માં નિયા ની જગ્યા કોઈ નહી લ‌ઈ શકે હું જાણું છું તુ મને પસંદ કરેશ પણ ભુલી જા.

​ તે જ દિવસે રાત્રે નિયા ની બહેન જાસ્મીન ની તબિયત પર ખરાબ થાય છે

​      સ્થળઃ શુભમ' વિલાસ

​ડો.કપુર જાસ્મીન ને ઇન્જેક્શન આપી ને જાય છે

​કલ્યાણીજી: હજુ કહુ છુ તને આ ધર વેચી નાખ શરદ નો સાયો છે આહીયા

​ટ્વીસા: પણ આ ધર છોડી ને આપણે ક્યાં રહીશુ આપણા પુરખા ઓની અંતિમ નિશાની છે કયા જશુ આપણે

​કલ્યાણીજી: તો ગુમાવજે તારી દિકરીઓ ને એ કોઈને નહીં છોડે .......

​એ રાતે પણ જેવુ નીયા સાથે થતુ એવુ જ જાસ્મીન સાથે થવા લાગયુ .

​       દિવાકરજી અને વરૂન બંને ઓફિસ મા બેઠા હતા આ કેશ ની ચર્ચા કરતા કરતા એમની નજર ટેબલની નીચે પડેલી છત્રી પર પડી . દિવાકરજી બોલ્યા આ તો કલ્યાણીજી ની છત્રી છે કાલે એ ભુલી ગયા લાગે

​ એક કામ કર વરૂન  છત્રી દેવાના બહાને તું શુભમ'સ વિલાસ જા ત્યાં કલ્યાણીજી ને મળી પણ આવ એમ પણ મને તેમના પર શક છે

​ઓકે સર કહીને તે નીકળી ગયો .

​શુભમ'સ વિલાસ પહોચીને જોવે તો દરવાજો ખુલ્લો જ હતો તે બુમ પાડે છે 'કલ્યાણીજી 'પણ જાસ્મીન ની મમ્મી નીચે આવે છે

'​અરે તમે અત્યારે અહિયાં '

"​જી હુ કલ્યાણીજી ની છત્રી આપવા આવયો હતો તે કાલે ઓફિસે આવ્યા હતા તો ભુલી ને ચાલ્યા ગયા પણ એ ક્યા"

"​એ ...એ... હમણાં તો અહિયાં જ હતા ને દરવાજો પણ ખુલ્લો છે "

"​સારૂ ક‌ઈ વાંધો નહીં તમે એમને આપી દેજો ."

"​હા "

​વરૂન ત્યાં થી નીકળી ગયો રસ્તા માં સુમસામ જંગલ પાસે પહોંચ્યો તો તેને કોઈક ની પડછાયો જોયો બાઈક ઉભી રાખી તે નીચે ઊતર્યો તેને સરખુ નીરખીને જોયું તો એ કલ્યાણીજી હતા

​તેને ખુબ પાડી

"​કલ્યાણીજી"" કલયાણીજી "પણ ન સાભળતા તે તેમની પાસે ગયો .પણ જોયુ તો એમના પેટમાં લાકડા થી થયેલ વાર ના કારણે મૃતયુ થ‌ઈ ગયુ હતું અને એ લાકડા પર લખાણ કર્યું હતું કે

'હવે પછી જાસ્મીન '

​વરૂને તરત જ દિવાકરજી ને કોલ કર્યો .

​દિવાકરજી  બીજા દિવસે જેલમાં ખુશી ને મળવા જાય છે

"​કલ્યાણીજી નુ મૃત્યુ થ‌ઈ ગયુ , "

​આટલું સાંભળતા જ ખુશી ની આંખો ફાટી જ રહી જાય છે

"​આખરે એ શૈતાની શક્તિ શું ઈરછે છે .

​ભગવાન સૌનું ભલું કરજે હું તો ક‌ઇ જ ન કરી શકી "

​દિવાકરજી : તુ હજુ સાચા આરોપી ને પકડાવી શકેશ માત્ર એક વાર કેશ ખુલ્લી જાય પછી હું જોઈ લ‌ઈશ.

​પ્લીઝ ખુશી તુ તારા મીત્ર ના આરોપી નહીં પકડાવ.

​એ કોઈ શક્તિ નથી માણસ છે તુ એક વાર કેશ ખોલાવી દે હું બધું સત્ય બહાર લાવીશ.

​ખુશી એ પોતાનું ડોકું હલાવી હા પાડી .

પછી ના દિવસે રાત્રે ........

​શુભમ'સ વિલાસ મા ડો. કપુર ના જાસ્મીન ને ઇન્જેક્શન દ‌ઈ ને ગયા પછી દિવાકરજી એ ટ્વીસાને કહયુ હુ તમારી સાથે વાત કરવા માગું છું આ જે કંઈ ઘટના બની રહી છે એની પાછળ કોઈ શૈતાન ની શક્તિ નહીં પણ માણસ નો હાથ છે આજે રાત્રે મને અને મારા સહાયક વરૂન ને અહીં રહેવાની મંજૂરી આપો અને હું જેવી રીતે સમજાવુ એ રીતે તમે જાસ્મીન ને સમજાવી દેજો આખી યોજના સમજાવી ટ્વિસા જાસ્મીન પાસે જ જતી હતી ત્યાં અચાનક ડોરબેલ વાગે છે 

​ટવિસા દરવાજો ખોલવા જાય છે

​એ એમના પડોશી કેતન ભાઈ હતા

"​દિવાકરજી આ મારા પડોશી કેતનભાઈ હુ આ ઘર તેમને જ વેચવાની છુ હવે હું અને જાસ્મીન અહિયાં રહેવા નથી માંગતા "

'​હું ઘરના બધા પેપર રેડી કરીને આવયો છું તમે એક વાર જોઈ લો '

"​અરે ના ના કેતનભાઈ તમે ખાલી એટલું કહો મારે ક્યાં સહી કરવાની છે "

​કાગળીયા નુ કામ નીપટાવી ટ્વીસા જાસ્મીન પાસે જાય ને દિવાકરજી ની આખી યોજના સમજાવી દે છે બેડની બાજુમાં પડેલા ટેબલ પર ફોન રાખી દે છે અને જેવા પેલા ભયંકર અવાજ આવે તરત જ કોલ કરવા કહે છે

​નીચે ટ્વીસા દિવાકરજી અને વરૂન કોલ ની રાહ જોઈને બેઠા હોય છે

​જાસ્મીન ના રૂમ માં એ જ બધુ થાય છે જે નિયા ના રૂમ માં થયું હતું રાત્રે ત્રણ વાગ્યે ની સાથે જ ઍલામ વાગે છે

​તરત જ જાસ્મીન ઊભી થઈ જાય છે ક‌ઈક બળતુ હોય તેવી ગંધ આવવા લાગે છે ફરી એ જ ભયાનક અવાજો જાસ્મીન ને સંભળાવવા લાગે છે જાસ્મીન તરત જ ટેબલ પર થી ફોન લ‌ઈને કોલ કરે છે નીચે બેઠેલા દિવાકરજી કોલ આવતા ની સાથે જ વરૂનને પાછળના દરવાજે જવા કહે છે ,પોતે દોડીને ઉપર જાય છે જાસ્મીન ને ડરીને કહે છે કોન

​ત્યાં ભયાનક અવાજ આવે છે હુ તારા બેડની નીચે છું

​દિવાકરજી બેડની નીચે જોવે છે અને ક‌ઈક પકડવાની કોશિશ કરે છે બીજી તરફ વરૂન દોડતો દોડતો પેલા માણસને પકડવા જાય છે પણ સામેથી કેતનભાઈ આવે છે અને વરૂનને પકડી ને કહે છે" તું ,મને લાગ્યું ચોર છે "

​વરૂન  દિવાકરજીને કોલ કરી ને કહે છે

​સર સોરી પેલો માણસ ભાગી ગયો

​દિવાકરજી કહે છે વાંધો નહીં પણ એ શૈતાની શક્તિ મારા હાથ માં છે આવી જા પાછો.

​વોટ સર કહીને વરૂન પાછો ફરે છે .

​દિવાકરજી બેડ નીચેથી ઊભા થાય છે અને પોતાના હાથમાં બેડ નીચેથી મળેલ ડિવાઈઝ ટ્વીસાજીને બતાવતા કહે છે આ રહી તમારી શૈતાની શક્તિ

​ત્યાં અચાનક બારી પાસે મધમાખીઓ આવી જાય છે દિવાકરજી બારી પોતાના રૂમાલ વડે સાફ કરીને બારી બંધ કરી નાખે છે અને એ રૂમાલ સુઘીને વરૂનને ફોરંન્શીકમા મોકલવા કહે છે .

​આશ્ર્વર્ય માં પડેલ જાસ્મીન અને તેની માતા દિવાકરજીનેકહે છે આ બધુ શું છે

​દિવાકરજી કહે છે બધા જ પ્રશ્ર્નો ના જવાબ મળશે પણ કાલ.....

​        સ્થળઃ અદાલત

​જ્જ: તો ફરી કેશ ખોલાવવા ની જરૂર સાબિતી છે તમારી પાસે

​દિવાકર: આજે પુરેપુરી સાબિતી છે મારી પાસે માય લોર્ડ આ ડિવાઈઝ છે અત્યાર સુધી નુ શૈતાન અને હેવાન કાલે રાત્રે આ જાસ્મીન ના બેડની નીચે થી મળયુ આ ડિવાઈઝની ગોઠવણી બોવ સાતિરતા થી કરવામાં આવી છે આમા લાગેલ સ્પીકર ની મદદ થી આરોપી રૂમના અવાજો સાંભળી શકતો હતો આમા લાગેલ બેટરી ની મદદથી વાયર માથી નીકળતો પ્રવાહ વધુ વહેવાથી વાયર સળગતો જેના કારણે રૂમમાં બળવાની કે સળગવાની વાસ આવતી આમા લગાવેલ આ લાઈટના કારણે જાસ્મીન અને નીયા બંને ને લાલ આંખો દેખાતી . ખુબ સાતિર રીતે આખી યોજના બનાવી હતી.મધમાખીઓના કારણે કોઈ રૂમમાં જાય એ પહેલાં જ આ ડિવાઈઝ ખેંચી લેવામાં આવતુ પણ કહેવાય છે કે નાના માં નાની ભુલ આખી યોજના ને બદલી નાખે છે અહિયા એ નાનો સુરાગ કીડી હતી

​જ્જ: કેવી રીતે દિવાકર

​સર , ગળ્યા પદાર્થો પર કીડી અને મધમાખી બંને આકર્ષાય છે કોઈક બારી ઉપર મધ અને આલ્કોહોલ નુ દ્રાવણ લગાવતુ અને આ દ્વાવણ મા મધમાખી ત્યાં આકર્ષાય ને જતી કાલે જાસ્મીન ની બારી પાસે થી મને ક‌ઈક આ પ્રકારની માહિતી મળી

​ખુશી : પણ સર પેલા દિવસે મને નિયાની અંદરથી અવાજ આવયો એ

​ત્યારે આ ડિવાઈઝ બેડની નીચે નહીં પણ બેડની પાછળના ભાગમાં મુકવામાં આવયુ હતુ.

"​અને સર તમારી ઓફિસમાં જે તમારી સાથે થયુ એ "

​દિવાકરજી બોલયા 'જેમ બધા ના રાઝ ખબર પડી ગયા તેમ જ આ વાત નો પણ ખુલાસો થ‌ઈ જાશે.'

​જજ: પણ મિસ્ટર દિવાકર આ બધાની પાછળ છે કોન?

​માય લોર્ડ પહેલા મને નિયા ના દાદિ ઉપર શંકા હતી કારણ કે મારા જાણવા મુજબ શુભમ એનો સોતેલો દિકરો હતો અને કયારેય એની અને શુભમના પત્ની એટલે કે ટ્વીસાજી નુ બન્યું ન હતું પણ એમના મૃત્યુ પછી મારો શક ધણા વ્યક્તિ પર છે અને એ બધા ને આથી લાભ પણ છે હુ બધા ને એક પછી એક પ્રશ્નોતરી માટે બોલાવવા માગુ છું

​પરમીશન છે

​પહેલા ડો.કપુર

"​તમે તો એમના ફેમિલી ડોક્ટર છો કોને ક‌ઈ દવા આપવી એ તો તમને પુરેપુરી જાણકારી હોય "

'​હા , તો '

"​નીયા અને જાસ્મીન ના રૂમમાં સૌથી વધુ સમય તમે ગાળતા તો હોય શકે...."

​નો નો સર નેવર હુ ક્યારેય આવું ન કરુ તમારો વહેમ છે

​સારુ આપ જ‌ઈ શકો છો

​હવે હું નીયા ની ફ્રેન્ડ પીયુ ને બોલાવા માગું છું

​ તો પીયુજી તમારા અને વિવેક વચ્ચે શું સંબંધ છે

"​ અમે સારા મિત્રો છીએ બસ "

'​ માત્ર મિત્રો કે....કારણ કે જો હું હમણાં વિવેક ને બોલાવીશ તો એ સાચું કહી દેશે તો તમારા માટે વધુ સારુ એ હશે કે સત્ય જણાવી દો '

"​જી હા હું વિવેકને પસંદ કરુ છુ પણ એ માત્ર નીયા ને જ "

​  "એટલે તમે આ યોજના બનાવી જેથી નીયા ના મૃત્યુ બાદ આપ અને વિવેક ના .."

ના ના સર નીયા મારી બેસટ ફ્રેન્ડ હતી

​આટલું કહેતા ની સાથે જ તે બધા ની સામુ જોઈને ચીસો પાડવા લાગે છે ને બેભાન થઈ જાય છે

​હોસ મા આવતા દિવાકરજી  શુ થયુ એમ પુછે છે ત્યારે પીયુ કહે છે "સર મને બધાના ચહેરા માં શૈતાન દેખાતા હતા .આમ કહી ને તે ડરી ગ‌ઈ હોવાથી ગભરાઈ જાય છે "

​દિવાકરજી કહે છે મારો આપને અંતિમ સવાલ

"​સવાર થી અત્યાર સુધી તમે શુ જમ્યા ?"

​ક‌ઈ જમી તો નથી પણ કાલે રાત્રે મને તાવ હતો તો આજે સવારે જ્યારે  હું જાસ્મીન ને મળવા ગ‌ઈ ત્યારે ડો.કપુરે ઇન્જેક્શન આપ્યું હતું .

​ડો.કપુર પ્લીઝ કમ દિવવાકરજી કહે છે

​ તો મિસ્ટર કપુર કંઈ કામ હતું તમે પેલા દિવસે મારી ઓફિસમાં આવ્યા હતા એ પણ રાત્રે બાર વાગ્યે

​ના ના એટલે હું ક્યારેય તમારી ઓફિસમાં આવ્યો જ નથી

​બને જ નહીં તમે આવયા જ છો

​ના હુ નથી આવયો

​આ વાતની સાબિતી પણ છે મારી પાસે

​પણ હુ આવ્યો જ નથી ઓફિસ

​પણ મારા ઓફિસ ના કેમેરા માં તમે છો

​બને જ નહીં પણ‌

​કેમ ન બને તમે આવ્યાજ હતા કેમેરા માં પણ તમે છો .

​પણ તમારી ઓફિસમાં કેમેરા જ નથી

​ ઓહહ હા હવે યાદ આવ્યું મારી ઓફિસમાં તો કેમેરા જ નથી પણ તમને ખબર છે. સારુ કેવાય

​તો હવે એ પણ કહી દો આ બધુ છે શું.

​જી શરદ એ મારી દિકરી નો થનાર પતિ હતો ‌એને નશો કરવાનો શોક હતો શુભમ એનો ખાસ મિત્ર હતો પણ શુભમના પિતા થી શરદ ની આટલી બધી પ્રોપર્ટી જોવાય ન શકી નસા મા ને નસા મા જાયદાત ના પેપર ઉપર સહી કરાવી લીધી જ્યારે નસો ઉતર્યો તયારે શરદ ને આ વાતની ખબર પડી એ ધમકી દેવા લાગ્યો જેથી શરદ અને તેના બાપે શરદને મારી તે જ ઘર માં દફનાવી દીધો આ વાતથી જ મારી દિકરી નુ પણ મૃત્યુ થયું તયારે જ મે વિચારી લીધું હતું કોઈને નહીં છોડુ મારી દિકરી ની જિંદગી બગાડનાર કોઈને નહીં

​            હું રીટાયર થયા બાદ શુભમનો ફેમિલી ડોક્ટર બન્યો પણ મે જોયુ શુભમ અને એના પિતા તો હવે આ દુનિયામાં જ નથી પછી મે વિચાર્યુ આ શૈતાનની રમત જેથી તેઓ આ ઘર છોડીને જ જતા રહે તાવના બહાને હું નીયાને ડ્રગ્સ આપતો એક ખાસ પ્રકારની ડ્રગ્સ જેની અસર એના મગજ પર પડે .‌

​        તે દિવસે તમને ક્લયાણીજી એ તમારી ચા માં બેભાન ની ગોળી ભેળવી દીધી હતી જેથી બેભાન થયા પછી હું મારુ કામ કરી શકુ

​કલ્યાણજી તમારી સાથે હતા ?

​  ના મે એને હેપ્રોટાઈઝ કર્યાં હતાં જેથી જે હું તેમને કરવા કહુ એ જ એ કરતા . મારી દિકરી ને ન્યાય આપવા માગતો હતો .

​આમ કહી ને તે રડી પડે છે

​દિવાકરજી કહે છે પણ પીયુને ઇન્જેક્શન દેવાની શુ જરૂર હતી

​" ભુલથી સવારે જાસ્મીન ને આપવાવનુ ઇન્જેક્શન પીયુ ને આપી દેવાયુ"

​       ન્યાય તમે નહીં માત્ર અદાલત જ આપી શકે.

​તો યોર ઓનર આ બધી સાજિસ માં ખુશી ને ફસાવવા માં આવી હતી કારણ કે તે ભુત પ્રેત આતમા માં મઃનતી એટલે .દરેક પગલે મીસ્ટર કપુરે નવી નવી સાજિસ ગોઠવી નીયા ના રૂમ માં સૌથી વધુ સમય ગાળતા હોવાથી એમને પુરેપુરો સમય મળી રહેતો .પોતે એક ડોકટર હોવા છતાં બે મર્ડર કર્યા .

​જ્જ: નિયા અને કલયાણીજીના મૃત્યુ ના આરોપી ડોક્ટર.કપુરને માનવામાં આવે છે અદાલત તેમની ઉમર મર્યાદા નુ સન્માન કરી ને આજીવન કારાવાસની સજા ફટકારે છે અને તેમની ડોક્ટર ની પદવી પણ‌  રદ કરે છે ખુશી ને નિર્દોષ સાબિત કરે છે  ધ કેસ ઈઝ ક્લોઝ.

​અંતે ખત્રી સાહેબ દિવાકરજી ને અભિનંદન આપી મો બગાડી ચાલ્યા જાય છે.

​    ખુશી પણ દયા દિવાકર સાહેબ નો આભાર માને છે .

અ​સત્ય ગમે એટલુ મોટું હોય પણ સત્ય નો જ વિજય થાય છે

​એટલે જ

​  "સત્ય મેવ જયતે "

        


















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ