વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખંજન

ખંજન

 

ગાલમાં પડતા નમણા ખાડા એ ખંજન છે,

પ્રેમીઓની આંખનું એ ખુશીઓનું અંજન છે.

કુદરતનો અનેરો કરિશ્મા છે ખંજન,

ગાલનું કુદરતે કરેલું મખમલી મંજન છે.

 

ગાલમાં ખંજન હોય કે હોય નમણું તીલ,

ઉમ્રના દોરમાં બંને લાગે છે ખૂબ કાતિલ,

કુદરતનો અનેરો કરિશ્મા છે ખંજન,

ખામોશ દેખાતા ખંજન લૂંટી જાય છે દીલ,

 

ખંજનવાળા મલકાતા ગાલ અલગારી છે,

માદકતાથી ભરેલી મોહક ચિનગારી છે,

કુદરતનો અનેરો કરિશ્મા છે ખંજન,

પ્રેમના તરસની એ મસ્ત પનિહારી છે.

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

ગાંધીધામ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ