વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાલરડું - સંગીત

હાઇકુ કવિતા – શબ્દઃ  હાલરડું / સંગીત

 

હાલરડું / સંગીત

 

હલકી થાપી,

અને એ હાલરડું;

શ્રેષ્ઠ સંગીત.

 

 

સૂરીલી પ્રીત,

ગીત અને સંગીત;

જીવન રીત.

 

 

ન મળી શાતા,

કોઇ જ સંગીતમાં;

હાલરડાંની.

 

 

રડું રડું છું,

ક્યાં છે સંગીતનું;

એ હાલરડું.

 

 

સંગીત મળે,

અંત સમયે પણ;

હાલરડાંનું.

 

 

ભરત ડી ઠક્કર, ઉપનામઃ ‘સૌરભ’

ગાંધીધામ-કચ્છ

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ