વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાદ કરે છે પ્રીતમ તારી...

વીજળીના ચમકારે મળ્યો પ્રીતમ તારો સાથ,

ભીંજાયી હું કોરેકોરી ભાવ ભીની થઈ આજ.


ટહુકે મોરલો સાદ કરે એ તો મેઘરાજાને કાજ,

મોરલાને જોઈ ઢેલડી જોને ચકોર થઈ છે આજ.


રોજ રોજ ન મળે હાથે મને વાલમ તારો હાથ,

ભાન ભૂલી હું પ્રીતે બંધાણી વાલમ તારી આજ.


વરસે મેહૂલો મન મૂકી આજ ધરા થઈ છે સાજ,

ભીંજાવું છે સાથે તારી મારે સુધ બુધ ભૂલી આજ.


વાદલડી પણ જોને થઈ છે આભલાની સરતાજ,

આવો પધારો વાલમ મારા ભીંજવાને તમે આજ.


આવ હવે થઈ અધીર તારી પ્રીતમ જોઈને વાટ,

સાદ કરે છે પ્રીતમ તારી સુણજે વ્હાલા આજ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ