વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અડીખમ કૃષ્ણ

વિચારું છું કેવી તને વિપદા પડી હશે..??

મહેલોનો કુંવર, ને જેલમાં જન્મ્યો હશે..!!


જગત આખામાં માતાઓનો લાલો તું,

જન્મતા જ જણનારીથી જુદો થયો હશે..!!


દુઃખ જોઈ થોડા, અમે પહોંચતા દ્વાર તારે,

ભયંકર તકલીફોમાંય કેવો અડીખમ ઉભો હશે..!!


ઢાંકી દેતા અમે ભૂલો એકબીજાની,

બીજાના ભલા કાજ, મામાને છેદી નાખ્યો હશે..!!


કેમ નક્કી કરું ચરિત્ર તારુ સખીઓને સંગ,

મશ્કરીમાં ચીર લૂંટતો ને મજબૂરીમાં ચીર પૂરતો હશે..!!


મુકતા નથી કોઈનુંય અમે અહીંયા,

પકડી લગામ, ને બીજાને જ મોવડી બનાવતો હશે..!!


પારકી પંચાતથી તો ભાગતા રોજ અમે,

જગતના અધર્મ નાથવાને, સારથી યુદ્ધે ચડ્યો હશે..!!


પ્રેમમાં તો જોટો ન જડે તારો રાધાને સંગ,

રુકમણીને હરી, ને પૌત્ર કાજ મહાદેવનેય પડકાર્યો હશે..!!


સહુકોઈ મથે છે આજ વંશને ઉગારવા,

કેવી અસહ્ય પીડામાં તે વંશવિનાશ જોયો હશે,..!!


ન ઝુક્યો છેકસુધી, અણનમ રહી ઝઝૂમયો હશે..!!

કીધો ભગવાન પણ, કેવું તું પ્રારબ્ધ લાવ્યો હશે..!!


વિચારું છું કેવી તને વિપદા પડી હશે..?

મહેલોનો કુંવર, ને જેલમાં જન્મ્યો હશે..!!


- ભાવિક પ્રજાપતિ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ