વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ જ કૃષ્ણ છે

રાધાની પ્રીતમાં

ધર્મની જીતમાં

મીરાંની ભક્તિમાં

કૃષ્ણ જ કૃષ્ણ છે


ગોપીઓના મનમાં

ગોકુળ વૃંદાવનમાં

પાર્થની શક્તિમાં

કૃષ્ણ જ કૃષ્ણ છે


દ્રોપદીની રક્ષામાં

સુદામાની મૈત્રીમાં

અધર્મથી મુક્તિમાં

કૃષ્ણ જ કૃષ્ણ છે


વાંસળીના સૂરમાં

ભક્તોના ઉરમાં

નરસિંહની ઉક્તિમાં

કૃષ્ણ જ કૃષ્ણ છે


- ડિયર જયુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ