વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાનુડોકાનુડો મોરપીંછ ધરે ;

યશોદાજીને વ્હાલો લાગે.


કાનુડો મટકી ફોડે ;

ગોપોઓ કજિયા કરે.


કાનુડો ત્યારે રીસાય ;

મૈયા જ્યારે ખિજાય.


યશોદાજી દોરડે બાંધે ;

કાનુડો આંસુડા પાડે.


કાનુડો વાંસળી વગાડે ;

ધેનુનાં કાન સળવળે.


કાનુડો ગિરીવર ધરે ;

ઈન્દ્રનો કોપ વધે.


કાનુડો કદમ્બની ડાળે બેસે ;

ગોપીઓનાં વસ્ત્રો ચોરે.


કાનુડો રાસ રમે ;

ગોપીઓ ઘેલી ફરે.


કાનુડો ગોકુળ છોડે ;

​વ્રજ આખું રૂદન કરે.


કાનુડાની લીલા ન્યારી ;

કોઈને ના સમજાય.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ