વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ વરસે છે જુઓ

પૂર્ણ થઈ  સૌની સબર,વરસાદ વરસે છે જુઓ, 

કરજો  ઈશ્વરની  કદર,વરસાદ વરસે છે જુઓ. 


ધોમધખતા  તાપમાં  લોકો  થયા  હેરાન  બહુ,

થઈ  હવે  ઠંડી  લહર,વરસાદ વરસે છે જુઓ.


જિંદગી   ખેડૂતની   બદલાઇ  જાશે  આજથી,

આપે છે વાદળ ખબર,વરસાદ વરસે છે જુઓ.


વીજળી ચમકી રહી છે નભમાં આજે  પ્રેમથી,

મ્હેકી જાશે આ નગર,વરસાદ વરસે છે જુઓ. 


માનવીની  લાગણી  સ્વીકારી  લીધી  વાદળે,

ભીતરે થઇ છે અસર,વરસાદ વરસે છે જુઓ. 


ખૂબસૂરત  લાગે  છે  વાતાવરણ  'ધબકાર'ને, 

નાચવા લાગ્યું જિગર,વરસાદ વરસે છે જુઓ.


-ઉમેશ તામસે 'ધબકાર',

   વ્યારા (તાપી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ