વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષાૠતુ ખૂબ જ પ્યારી છે

વર્ષાઋતુ ઋતુ અનોખી બધાને ગમતી બધાને વહાલી,


ૠતુઓની આ રાણી છે, ખુશીઓ સાથે  લાવે છે,


રાહ જુએ બધા આ વર્ષાની જે બાળકોને બહું પ્યારી છે.


હસી ખુશી આવે છે, તહેવારો ને  પણ વધાવે છે,


હરિયાળી પણ લાવે છે, ચારેબાજુ આનંદ પ્રસરાવે છે.


મોર અને દેડકાની આ પ્રિય ૠતું બધે જ આનંદ પ્રસરાવે છે.


ખૂબ જ લાભ આ ધરાવે છે પણ કેટલીક વાર દુ:ખ પણ   આપે છે .


છતા પણ રાણી છે, ગમતી બધાને ને બધાને પ્યારી છે


પ્રકૃતિના દશૅન કરાવે, નયનરમ્ય દ્રશ્યો બતાવે.


સરસ મજાની છે આ સોગાદ, સૌથી સુંદર છે આ વાત .


પ્રેમની આ ઉજાણી છે, આ ૠતુ ખૂબ જ પ્યારી છે.


મને ખૂબ જ ગમે છે આ વાત કે, વર્ષાૠતુ છે ખૂબ જ ખાસ.


એટલે જ આ બધાને ગમતી ને બધાને વહાલી છે.


Dhanvanti jumani( Dhanni )


   


     



    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ