વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાંચનના લાભ


       જીવનમાં જીવનના દરેક તબક્કે  આપણે આપણો વિકાસ સાધવા ઈચ્છતા હોઈએ તો વાંચન ઘણું જ મહત્ત્વ ધરાવે છે. વાંચન કેમ આટલું મહત્ત્વનું છે? તે સમજવા માટે નીચેના મુદ્દાઓ ઘણા અગત્યના છે.

૧. આપણી  મૌખિક ક્ષમતાઓ વિકસાવવા.

તે હંમેશાં આપણને  માત્ર વાતચીત કરવામાં પાવરધા કરતું નથી, પરંતુ  જે લોકો  વાંચે છે તેઓ કેવું અને શું વિચારે છે. તે વ્યક્ત કરવા અને તેમના  મુદ્દા રજૂ કરવા  માટે શબ્દોની વિવિધ પસંદગી ધરાવતા હોય છે. વાંચનથી આપણા શબ્દભંડોળમાં ઘણી ઝડપથી વધારો થાય છે. આપણે જેટલું  વધારે  વાંચીએ એ પ્રમાણે આપણા  વપરાશના શબ્દોમાં નવા શબ્દો ઉમેરાય છે, જે આપણને  રોજિંદા જીવનમાં ઉચ્ચ સ્તરના શબ્દભંડોળ વાપરવાની સવલત કરી આપે છે. આપણી વાણી અને વાત સચોટ અને આકર્ષક થતી હોવાથી આપણું વ્યક્તિત્વ પણ નિખરે છે.

૨. આપણું  ધ્યાન અને એકાગ્રતા સુધારે છે.

બ્લોગ પોસ્ટ્સ અને સમાચાર લેખોથી ઊલટું, કોઈ પુસ્તક  લઈને સાથે લાંબા સમય સુધી બેસવું એ ધ્યાન અને એકાગ્રતા માગી લે છે, જે શરૂઆતમાં અઘરું મુશ્કેલ લાગે  છે. તેમાં કોઈ પુસ્તકમાં સંપૂર્ણ રીતે તન્મય થવા માટે  બાહ્ય વિશ્વની સાથે સંબંધ તોડીને  લખાણમાં ડૂબી રહેવાનું સામેલ  છે.  સમય જતાં  તમારું ધ્યાનના સમયમાં વધારો કરશે.

૩. વાચકો કલાઓનો આનંદ માણે છે અને સાથે સાથે વિશ્વની ગુણવત્તાને સુધારે છે.

એનઇએ (NEA)નામની એક સંસ્થા  દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનથી જાણવા મળ્યું છે કે આનંદ માટે વાંચનારા લોકો મ્યુઝિયમોની મુલાકાત લેવાનું અને સંગીત/કલાના કાર્યક્રમોમાં હાજરી આપવાની સંભાવના, વાંચનની ટેવ ન હોય એવા લોકો  કરતાં વધારે હોય છે અને તેમની  સ્વયંસેવા અને ચેરિટીનાં કાર્ય કરવાની સંભાવના ત્રણ ગણી હોય છે.

વાચકો તેમની આજુબાજુની દુનિયામાં સક્રિય રીતે હિસ્સો લે છે અને આ કડી વ્યક્તિગત અને સામાજિક સુખાકારી માટે મહત્ત્વની હોય  છે.

૪. વાંચનથી આપણી  કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.

આપણે  ફક્ત આપણી કલ્પના પૂરતા સીમિત હોઈએ છીએ અને પુસ્તકોમાં વર્ણવેલાં વિશ્વો, તેમજ અન્ય લોકોનાં મંતવ્યો અને અભિપ્રાયો, શક્ય છે તે અંગેની આપણી  સમજને વિસ્તૃત કરવામાં સહાય કરે છે. કોઈ બનાવ અથવા સ્થળનું લેખિત વર્ણન વાંચીને, આપણે  જ્યારે ટેલિવિઝન ઉપર તે જોઈએ ત્યારે આપણી સામે તેનું ચિત્ર રજૂ કરવાને બદલે, આપણા  મગજમાં તેની  છબી બનાવવા માટે આપણું  મન તેનો પ્રતિભાવ સર્જે છે.

૫. વાંચન તમને હોશિયાર બનાવે છે.

પુસ્તકો નિયમિત શાળા કે કોલેજમાં અભ્યાસ કરવાની તુલનામાં ઘણા ઓછા મૂલ્યમાં  એક ઉત્કૃષ્ટ સંપત્તિ  પ્રદાન કરે છે. વાંચન આપણને  પ્રમાણમાં ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં સંશોધનનો  કરવાની તક આપે છે. એની ઇ.કનિંગહમ અને કીથ ઇ. સ્ટેનોવિચનું “મગજ માટે વાંચન શું કરે છે” - એ  અભ્યાસમાં પણ નોંધ્યું છે કે ગંભીર  વાચકો બાબતો અને વિષયઓ કેટલાં મહત્ત્વનાં  છે અને કોણ અથવા કયા લોકોની અગત્ય  શું છે તે અંગેનું વધુ જ્ઞાન દર્શાવે છે.  ઘરમાં રહેલાં  પુસ્તકો  શૈક્ષણિક  સિદ્ધિ સાથે દૃઢ રીતે  જોડાયેલાં હોય  છે.

૬. તે આપણા વ્યક્તિત્વને રસપ્રદ અને આકર્ષક બનાવે છે.

વાંચન આપણને રસપ્રદ અને આકર્ષક  અને સાથોસાથ  સ્માર્ટ બનાવે છે. આપણે નોન-ફિક્શન સામગ્રીના વાંચનમાંથી મેળવેલી માહિતી,  કોઈપણ શૈક્ષણિક અથવા જ્ઞાનચર્ચાયુક્ત  વાર્તાલાપમાં કામ આવે છે.

આપણે આપણો અભિપ્રાય  ટકાવી રાખી શકીએ છીએ અને  ચર્ચા છોડી દેવાને બદલે આપણે  આપણી વાતમાં કંઈક ઉમેરો કરી શકીએ છીએ. આપણે  વાર્તાલાપમાં વિવિધ લોકોની  સામેલ કતી શકીએ છીએ  અને બદલામાં આપણા જ્ઞાન અને વાતચીતના કૌશલમાં  સુધારો કરી શકીએ.

૭. તે તાણ ઘટાડે છે.

એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાંચન કરવાથી  તણાવ ઘરે છે. લોકોએ  ફક્ત હૃદયના ધબકારાને ધીમા કરવા અને સ્નાયુઓમાં તણાવ ઘટાડવા માટે છ મિનિટ માટે, શાંતિથી વાંચવાની જરૂર રહે છે.

૮. તે આપણી યાદશક્તિ- મેમરીને  સુધારે છે.

મેરીયેન વુલ્ફ તેમના પુસ્તક પ્રોઉસ્ટ અને સ્ક્વિડ: ધ સ્ટોરી એન્ડ સાયન્સ ઓફ ધી રીડિંગ બ્રેઇનમાં સમજાવે છે કે: “સામાન્ય રીતે, જ્યારે આપણે વાંછીએ છીએ ત્યારે આપણને  વિચારવાનો વધુ સમય મળશે. વાંચન આપણને સમજ અને હૈયાસૂઝ માટે એક વિશેષ તક  આપે છે. મોટે ભાગે, જ્યારે આપણે  કોઈ ફિલ્મ જોઈએ છીએ કે  ટેપ સાંભળીએ છીએ ત્યારે મૌખિક ભાષા સાથે, આપણે  વિચારવા અટકતા નથી. ”

      આ વધારાની પ્રવૃત્તિને કારણે આપણી યાદશક્તિ તીક્ષ્ણ રહે  છે અને આપણી શીખવાની ક્ષમતા અને તીક્ષ્ણતા વધે છે.

૯. આપણી જાતને જાણવી અને ઊભી કરવી.

હેરોલ્ડ બ્લૂમે તેમના પુસ્તક 'કેવી રીતે વાંચવું અને શા માટે'માં  કહ્યું છે કે આપણે પ્રેમ, નિખાલસતા અને આપણા આંતરિક ધ્યાનથી ધીરે ધીરે વાંચવું જોઈએ. તેમણે સમજાવ્યું કે આપણે આપણી સમજશક્તિ અને કલ્પનાશક્તિ વધારવા, આપણી આત્મીયતાની ભાવના (ટૂંકમાં, આપણી સંપૂર્ણ ચેતના) અને આપણી પીડાને મટાડવા માટે વાંચવું જોઈએ.

"જ્યાં સુધી તમે સ્વયં નહીં બનો ત્યાં સુધી તમે અન્ય લોકોને માટે શું કામ આવી શકો."

પુસ્તકો આપણને વિશાળ  પરિપ્રેક્ષ્ય અને જીવન વિશે આપણે વાંચી શકીએ છીએ અને  એવા અનુભવો કરવાની તક આપી શકે છે જેની આપણને ક્યારેય  તક ન મળી હોય. પુસ્તકો આપણને  જીવન કૌશલો  શીખવાની તક આપે છે. પુસ્તકો આપણી જાતને બનાવવા માટેનો ઝડપી ટ્રેક છે.

૧૦. મનોરંજન માટે.

અત્યાર સુધી જણાવેલા વાંચનના તમામ ફાયદા એ વાંચનના સૌથી મહત્ત્વપૂર્ણ લાભનું બોનસ પરિણામ છે, જે  મનોરંજન મૂલ્ય ધરાવે  છે. વાંચન મનોરંજન મૂલ્ય  ધરાવતું  ન હોત, તો  કંટાળાજનક બની ગયું હોત.

       વાંચન માત્ર મનોરંજક પ્રવૃત્તિ જ નથી, પરંતુ તેના ઉમેરવામાં આવેલા ઘણા  બધા ફાયદા પણ છે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે. મૂવી અથવા ટીવી શો જોવા કરતાં ઘણા વધુ આકર્ષક (જો કે તેમના ઘણા ફાયદા પણ છે). એક સારું પુસ્તક આપણા જીવન કૌશલનો વિકાસ કરે છે અને આપણને આનંદમાં રાખે  છે. જ્ઞાન સાથે ગમ્મત આપે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ