વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંજૂરી

કેટલુંક રોકાવ અહીં ખુવાર થવાને કાજે

હે ઇશ્વર, હવે સરનામાં બદલવાની ઇજાજત દે


તારું અસ્તિત્વ બચાવવા કરતો લાગે છે બધુંય

દેતો હો તો એક-બે નહિ, ઝખમોની પુરી વણઝાર દે


તું થાક્યો હશે હવે રિબાવીને મને ઘણું, છતાંય

દરદ તું આપે રાખજે, પણ સાથે થોડી દવા પણ દે


મૂકી દે છે ઠેર ઠેર અવરોધોના તાળાં ઘણાયે,

કાં તો તું જાતે સમજી લે, ને  કાં તો  મને કૂંચી દે


ભક્તિ તારી પણ ઓછી નથી કરી જિંદગીમાં,

ન ગણે જો એને કદાચ, તો ખુશામત ગણી મહેર  દે


હથેળીઓમાં આંકી દીધી છે કહાની જીવનની,

સાંભળતો હો, તો લકીરો ભૂસવાની પણ કરામાત દે


કિસ્મત લખનાર પણ તું ને કિરદાર ઘડનાર પણ તું,

જો માણી લીધું હોય તો પડદો પાડવાની મંજુરી દે


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ