વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સોદેબાજી

પ્રેમના કરાર કરી, સોદેબાજી કરી નાખી,

મારી લાગણી ભૂંસી, શરતો લખી નાખી...


પૂછ્યું કે મહોબ્બતના ઊંડાણ કેટલા છે?

હથેળીમાં પાણી લઈ, હસી ઉડાવી નાખી...


ન માન્યું હૃદય, પડ્યો ત્યાં જ પડાવ નાખી,

ઠોકર દીધી એવી, ને આશા ઉથલાવી નાખી...


ફરી પૂછ્યું કે મહોબ્બતના ઊંડાણ કેટલા છે?

માપપટ્ટી બતાવીને ઊર્મિઓ ઉજ્જડ કરી નાખી...


હૃદયના તાર તોડ્યા, યાદો પણ વિખેરી નાખી

ભરબજારે, એકસામટી લિલામ કરી નાખી...


ફરી પૂછ્યું કે મહોબ્બતના ઊંડાણ કેટલા છે?

હસી એ ગુરુરમાં, ને આખી વાત ફેરવી નાખી...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ