વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૌસમ વરસાદની

સહુને ગમતી આવી એક મૌસમ,

પથરાય છે પૃથ્વી પર લીલી જાજમ...


ગુમસુમ બેઠા હતા, વરસાદની રાહે,

દેખાય છે  સહુ આજે હરખાતાં...

સુરજના એ અસહ્ય તાપ માં,

જે ઘરમાં બેસી મુંજવાતા...

મેઘાની આ મસ્ત લહેરમાં,

નાચે-કુદે છે એ મલકાતા...


સહુને ગમતી આવી એક મૌસમ,

પથરાય છે પૃથ્વી પર લીલી જાજમ...


સમયની સાથે પલટાય છે, સ્થિતી,

નથી લાગતી વાર, માણસ બદલાતા...

ઉનાળાની ગરમ ધરા પર ત્યારે,

પગ મુકતાં પણ અચકાતા...,

તૃપ્ત ધરણીની ગોદમાં આજે

માટી-કીચડ એ તારવતાં......


સહુને ગમતી આવી એક મૌસમ,

પથરાય છે પૃથ્વી પર લીલી જાજમ,...

એક દિવસ એ વાટ નિરખતાં

બુંદ-બુંદ નીરમાં, હવે હરખ છલકાતાં...

થઇ ગયા છે તૃપ્ત, સ્વાર્થના સંતોષ પછી,

છે તો માણસને, ઓડકારમાં પણ કૌંસતાં...


સહુને ગમતી આવી એક મૌસમ,

પથરાય છે પૃથ્વી પર લીલી જાજમ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ