વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પધારો વરસાદ


સુના પડ્યા રસ્તા રાહગીર રે વિનાના,

અરે....કાળઝાળ ગરમીએ માઝા મૂકી,

હવે પધારો વરસાદ રે.....


ભરબપોરે તપતી એ અવની રે ધોધમાર,

અરે....ડગલીયું દેતા તો ધરા ભભૂકતી,

હવે પધારો વરસાદ રે.....


વાયરા વાયે છે તાપ રે ઠાલવતા,

અરે....સહુ કોઈની ધીરજ જાણે ઘટતી,

હવે પધારો વરસાદ રે.....


મંડાણ જોઈ વાદળોના આભમાં રે રોજ,

અરે....આશા ભરી આંખો જાણે મેઘ આવકારતી,

હવે પધારો વરસાદ રે.....


જન-જનના જીવ થયાં રે અધ્ધરતાલે,

અરે....કહે ભાવિક હવે, હૈયાની હામ પણ ખૂટી,

હવે પધારો વરસાદ રે.....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ