વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ માં સમાધાન

પ્રેમમાં સમાધાન


     સૂર્ય આથમણી દિશા તરફ જઈ રહ્યો હતો. વાતાવરણ ખુશનુમાં હતું. પંખીઓ કલબલાટ કરતા માળામાં પાછા આવી રહ્યા હતાં. વાદળો પવનની સંગે ગગનમાં મસ્ત બનીને ફરી રહ્યાં હતાં.


      આવા ખુશનુમાં વાતાવરણમાં પણ હેલી ઘરની બારી પાસે ઉદાસ બેઠી હતી.પવનને લીધે બગીચા તરફ ખૂલતો પાછળનો દરવાજો ભટકાઈ રહ્યો હતો એ પણ એની ધ્યાનમાં આવી રહ્યુ ન હતું, કારણકે એની આંખ સામે વર્ષો પહેલાંનો ભૂતકાળ ફરી રહ્યો હતો:-


           વર્ષો પહેલાં એક દિવસ એવો હતો જેમાંએ ઘરમાં રહેવાને બદલે પોતાની જીંદગીને રાહુલ સાથે માણી રહી હતી.


           હા,રાહુલ એનો પ્રેમ. બન્ને કોલેજમાં સાથે હતાં. પહેલા વર્ષમાં જ એ બન્ને પ્રેમી - પંખીડા એકમેકના થઈ ગયા હતા.આખી કોલેજમાં તે કપલ બધાની આંખોમાં રમતું હતું.


          હેલી રાહુલનાં પ્રેમ માટે એટલી પાગલ હતી કે એને રાહુલ સિવાય કંઇ દેખાતું જ ન હતું. સામે રાહુલ પણ એનું એટલુંજ ધ્યાન રાખતો હતો. એની નાનામાં નાની ખુશી પણ એનાં માટે ખૂબ મહત્વની હતી. 


        હેલી વાત વાત માં નારાજ થઈ જતી પણ હેલીને મનાવી ન લે ત્યાં સુધી જેને ચેન ન પડે એ રાહુલ.


        જ્યારે થોડીક પણ કલાકો  મળી જતી તો એ બન્ને લોન્ગ ડ્રાઇવ પર નીકળી પડતાં. એમને એકબીજા વગર ચાલતું જ ન હતું. 


        આમ હરતાં ફરતાં ક્યારે કોલેજ પુરી થય ગઈ? એજ ખબર ન પડી. બન્ને એ દિવસે ભેટીને ખૂબજ રડ્યા અને પ્રોમિસ આપ્યું કે એકબીજા નો સાથ ક્યારેય નહીં છોડે.


         હેલી તેનાં ઘરે ગઈ અને રાહુલ થોડોક સમય પછી આગળ ભણવા વિદેશ જતો રહ્યો, લ હવે પહેલાં જેવું રહ્યુ ન હતું, કારણકે હેલી ઘરે હતી અને રાહુલ પોતાના સ્ટડીમાં બીઝી રહેવા લાગેલ.


        ક્યારેક ક્યારેક તો એ બાબત ઉપર એ બન્નેને ઝગડો પણ થઈ જતો પણ હેલીને મનાવી ન લે એ રાહુલ ન કેહવાય! બન્નેને એકબીજાની ખોટ ખૂબ મહેશુસ થતી.

       રાહુલ પણ પેલા જેવો હતો. કઈ બદલાયું ન હતુ, બસ બદલાયો હતો તો સમય જેને લીધે તે બંનેને અલગ થવું પડયું હતું. 


     એજ વિચારોમાં હેલી ખોવાયેલી હતી, ત્યાં જ હેલીનાં ભાઈ એ તેને બુમ પાડી કે, " દીદી,  ત્યાં શું કરી રહી છે? ચાલ ને, વાતાવરણ કેવું સરસ છે આપણે ક્યાંક ફરવા જઈએ."


     એ સાથે જ હેલી જુની યાદોમાંથી બહાર આવી અને રાહુલને મેસેજ કરી પોતાના ભાઈ સાથે નીકળી પડી. 


   એ બન્નેનો પ્રેમ એટલો જ મજબૂત છે બસ ક્યારેક સમય સમાધાન કરતા શીખવાડી દે છે.        

                                             ઝરણાં ત્રિવેદી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ