વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હસુકાકા ની ફિલોસોફી

હસુકાકાની ફિલોસોફી...

ભાગ-1


☘️ મહાનગરી અને માયાનગરી મુંબઇ.. આ મહાનગરી ની એક મધ્યમ વર્ગની ચાલી માં હસુકાકા રહે.. જ્ઞાતિ એ વણિક એટલે પાકા વણિક જ.. હસુકાકા નું નામ જ કાફી છે.. કોઈ પણ ઘરવખરી લેવા જાય એટલે વેપારી નો તો કસ કાઢી નાખે.. પેલા તો ભાવ પૂછે.. પછી દુકાનદાર એની મેળે ભાવ વ્યાજબી કરે... ત્યારબાદ પોતે ભાવ વ્યાજબી કરાવે... અને છેલ્લે વ્યાજબી ભાવ કરીને જ્યારે એમનો સામાન પેક થતો હોય ત્યારે જેટલો ટોટલ થાય એમાંય પાછું વ્યાજબી... 😂

☘️ ચાર ચાર વખત તો ભાવ વ્યાજબી કરાવીને.. જ્યારે પૈસા ચૂકવે ત્યારે પણ વ્યાજબી.. વેપારીને કુલ માલ અને હાથ માં આવેલા પૈસા બે ની જ ખબર પડે.. બાકી કેમ આટલા ઓછા કહ્યા અને આટલા પૈસા કેમ હાથમાં આવ્યા એ બાબત તો  જાણ બહાર જ હોય... 😂

☘️ ચાલી માં તેઓ એટલા ફેમસ હતા કે ક્યાંય પણ બારગેનિંગ કરવાનું હોય તો લોકો પાંચ-પચીસ રૂપિયા હસુકાકા ને આપી દેતા.. અને એમને જોડે લઈ જતા... બીજા ને હસુકાકા માં પણ નફો દેખાતો... ધાર્યું પાર પાડવાના માહેર...

☘️ હસુકાકા આખો દિવસ મોજ માં જ હોય છે.. કેમ ન રહે... હે... જમાદાર કેરી જેવું નાનકડું એવું એમનું ફેમિલી..  ડુંગળીના ભાવ આસમાને હોય તો ઘરે ડુંગળી ન લાવે.. મધુબેન એટલે કે એમના ધર્મ પત્નિ ડુંગળી મંગાવે તો એ કાકડી લઈ આવે.. પછી મધુબહેન કહે કે તમે ડુંગળી ન લાવ્યા?? તો હસુભાઈ કે હા આ રહી... અરે! આ તો કાકડી છે... "મધુ.... આને ડુંગળી સમજીને ખાઈ લે..."😂

હસુકાકા ના ફેમિલી માં હતા.. એમના ધર્મ પત્નિ મધુબેન...  ખૂબ જ શાંત સ્વભાવના.. પણ જો કોઈ છેડે કે કાંકરી ચાળો કરે તો આ તળાવનું શાંત પાણી, ત્સુનામી માં બદલાતા વાર ન લાગે...  એક દીકરી કોમલ અને એક દીકરો જૈનમ...  હસુકાકા ની દીકરી અમદાવાદ ના એક સુખી-સમૃદ્ધ કુટુંબ માં સાસરે હતી.. જૈનમ મહેસાણા થી રેખા સાથે પ્રેમ લગ્ન કરી આવ્યો હતો.. જૈનમ ના સાસરા પણ પાલ્ટી હો..

☘️ રેખા ના મા-બાપ ખુબજ પૈસા વાળા એટલી જ રેખા સંસ્કારી... અને રૂપ જોયું હોય તો જાણે જલપરી... ઈશ્વરે એને જાણે ફુરસત માં ઘડી હોય એવું લાગે..  કાળા ભમ્મર જેવા વાળ.... માણસ એમાં ઉતરે તો ખોવાઈ જાય એવા જ...  કાળી અને મોટી આંખો, મોટા હોઠ અને એની નીચે તલ, નમણી કાયા, વાણી ની મધુરતા..

☘️ હસુકાકા ને આટલું ભગવાન ને ઓછું લાગ્યું તો એની ઉપર એનું રેલવે નું દર મહિને ખોબો ભરાય એટલું પેંશન આવે.. અને જૈનમ ત્યાં જ મુંબઇ માં પ્રાઇવેટ કંપની માં નોકરી કરતો હતો..

☘️ રેખા સાસુ અને સસરા નું બવ જ ધ્યાન રાખતી.. રોજ સવારે વહેલી જાગી જાય..  મધુબેન પણ એમની જોડે જ જાગી જાય.. અને સાથોસાથ કામ પતાવી લે.. હસુકાકા પણ વહેલા જાગી જાય.. ચાલવા જાય ત્યારે એને શાલ થી માંડીને બધું જ રેખા જ કરી આપતી... નાસ્તો અને દવા-દારૂ પણ એના હાથે જ..

☘️ હસુકાકા ની વહુ રેખા ઉપર ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ માન.. જૈનમ પણ મનોમન ખુબજ હરખાતો.. કે ચોઇસ ખોટી નથી.. ચાલી માં પાડોશીઓ બધા જ રેખા ના પેટ ભરીને વખાણ કરતા હતા..

રોજ સવારે  નાસ્તો કરી આપે અને બધા ભેગા મળીને નાસ્તો કર્યા બાદ છુટા પડે..  જૈનમ નોકરીએ જતો અને રેખા કામે વળગતી.. મધુબેન પણ રેખા ને કામ ઉકેલાવતા.. અને હસુકાકા તો ગામની સળી કરવા નીકળી પડતા...

☘️ એક વાર બન્યું એવું કે હસુકાકા ના પાડોશી રમણિકભાઈ બીજું ટુ વ્હીલ લાવ્યા.. એક તો હતું જ અને બીજું.. હસુકાકા એ એમને પૂછ્યું કે બીજું કેમ?? તો જવાબ મળ્યો કે એક કરતાં બે ભલા.. એક મારા માટે છે.. અને બીજું મારી વહુ માટે..  આમ કહીને બને છુટા પડ્યા...

☘️ તે દિવસે સાંજે હસુકાકા ને શુ સુજ્યું કે તેઓ રેખાને ટગર ટગર જોઈ રહ્યા હતા.. એમનું નિરીક્ષણ મધુબેન કરતા હતા.. બીજા દિવસે સવારે દરરોજ ની જેમ બધા ભેગા મળીને નાસ્તો કરતા હતા... ત્યાંજ હસુભાઈ બોલ્યા... કે

🌴 જૈનમ... બાજુ વાળા રમણિક ભાઈ તો બીજું સ્કૂટર લાવ્યા.. બોલ..

🌴 જૈનમે જવાબ આપ્યો.. સારું ને પપા.. એક કરતાં બે ભલા.. અને બીજું હશે તો એમને કામ જ લાગવાનું છે ને....

હસુભાઈ મનોમન હસ્યાં.. શુ ચાલતું હતું એમના મગજ માં એ કોઈને ખબર પણ ન હતી...

☘️ બધા નાસ્તો કરીને ઉભા જ થતા હતા ત્યારે હસુકાકા એ પાછું કહ્યું કે હે જૈનમ.. આપણે પણ એક કામ કરીયે તો..??

જૈનમે કહ્યું.... શુ પપા??

☘️ આપણે પણ બીજી વહુ લઈ આવીએ તો??? એક કરતાં બે ભલી...

આટલું બોલ્યા ત્યાં બધા અવાક બનીને  રહી ગયા.. મધુબેન, રેખા અને જૈનમ ત્રણેય પપા સામે જોઇને ઉભા રહી ગયા...


(મિત્રો.. "હસુકાકાની ફિલોસોફી" મારી પ્રથમ ધારાવાહિક છે.. ક્યાંય કચાશ રહી જાય તો જણાવશો...)


……પીયૂષકુમાર "પીયૂ"……


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ