વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો મેવલિયો

વિક્રમ સંવતસરને દશમે,

નક્ષત્ર મારા બદલાય.,

સાંભળી અરજ આ વૃક્ષની,

આગમન જનક મેઘલનું જયાં થાય.

 

રોમ રોમ પુલકિત બને,

મન પણ કેવું હરખાય,

ભયો અસહ્ય તાપ ત્યારે , હરિહર ભાયો મેવલિયો,

જીયન બની,અંતરમાં રેલાય.

 

તુષ્ટિ કરી મુજ મસ્તકને,

નસ નસમાં ફેલાય,

પર્ણ-ભુજા ને ચરણ થકી,

સ્નેહભર્યા સ્પર્શે, મારું દલડુંય ભીંજાય.

 

કરે દણમાંથી મણ,

તર મન કૃષકનું મોજ પાય,

સચરાચર વર્ષા વ્યાપે ને, 

કણ કણમાં ઈશ પ્રતીત થાય

 

શ્રુંગારિત ધરા, વ્યોમ, પહાડ પરે

ઉપશમ થકી કલિંગ મલ્હાર ગાય

શત શત વંદન એ પ્રાવૃષને

એ વિધાયક, એ પાલક, એ જ કુદરત કહેવાય.

 

- બ્રિજેશ રાયચંદા  

મેઘલ-વાદળ, મેવલિયો,પ્રાવૃષ - વરસાદ , કૃષક-ખેડૂત, ઉપશમ-ઇન્દ્રિયોનો સંયમ, કલિંગ-પક્ષી, 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ