વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હસુકાકા ની ફિલોસોફી ભાગ-2

હસુકાકા ની ફિલોસોફી માં આગળ ના ભાગ માં એટલે પ્રથમ ભાગમાં  આપણે જોયું કે ......

હસુકાકા એ છેલ્લે એના દીકરા જૈનમ ને નવી વહુ લાવવાનું કહ્યું.. અને એમની પત્નિ મધુબેન.. દીકરો જૈનમ અને વહુ રેખા ના મોઢા ખુલ્લા રહી ગયા... હવે આગળ...

………………...............................................................

જૈનમ- શુ વાત કરો છો પપા.. આવું થોડું હોય કાઈ....  હે...

ત્યાં તો આમ થી મધુબેન વાવાઝોડા ની જેમ આવ્યા અને બોલ્યા... કે જૈનમ ના પપા શુ બોલી રહ્યા છો ખબર છે?? પી.... નથી ગયા ને..... કે તમારા વિચારો એ દારૂ નથી પીધો ને.. કે લથડીયા નથી ખાતા ને...😂😂

હસુકાકા આટલું સાંભળતા જ જેમ એક માણસ "ખુટિયાથી આઘો ખસી જાય" એમ હસુકાકા પોતે મધુબેન થી આઘા ખસી ગયા...

હસુકાકા- ખસીને બોલ્યા... લે કેમ??

મધુબેન- શુ કેમ... ભાન પડે છે કાઈ...  ડ...ફો...ળ...🤓...

હસુકાકા- સાંભળ તો ખરા.. એક રેખા મને એટલો સાચવતી હોય.. તો બીજી વહુ આવે તો એક કરતાં બે ભલી ને.. કેટલો સાચવશે.. અને તને પણ આરામ મળશે... જો ને રમણિક ભાઈ એ બીજું ટુ વહીલ લીધું નહિ.....

મધુબેન- તો તો એક કામ કરો ને.. તમે જ પરણતાં આવો ને... એમાં શું..

હસુકાકા- તારો મને પૂરો અનુભવ છે એટલે જ તો હું બી....જી.... લાવવાનું વિચારતો નથી...

મધુબેન- તમે નથી વિચારતા તો બીજા ને કેમ કહો છો?

હસુકાકા- અરે પણ રેખા મારુ કેટલું ધ્યાન રાખે છે..? કેટલો સાચવે છે?? તો એમ થાય ને કે એક વહુ માં આટલા ગુણ હોય તો હજુય એમાં try કરાય ને..

મધુબેન- બધી વહુ કાઈ સરખી થોડી હોવાની... હે... અને પત્નિ એક જ હોય ને...

☘️ આ બાજુ જૈનમ અને રેખા એક બીજા ની સામે જોઇને ઉભા હતા.. હસવું કે માતમ મનાવવો એનો ખ્યાલ કોઈને ન હતો.. નાસ્તા ની પ્લેટો "હિમશીલા" ની જેમ, જ્યાં હતી ત્યાં જ હતી... અને નવી વહુ ની વાતો "ઘોડા ની રેસ" ની જેમ ફાસમ-ફાસ જતી હતી...

એટલા માં જૈનમે જોર થી બૂમ પાડી.. બ......સ..... કોક મને તો કઈ પૂછો....???

રાડ પાડતા જ નીરવ શાંતિ ફેલાઈ ગઇ...

રેખા-- હજુ તમને પૂછવાનું એમ...😂

ત્યાં જ હસુકાકા ના મોઢા માંથી ઓડકાર નીકળ્યો..

ઓ..આ..આ.... આ.......

હસુકાકા બોલ્યા.. આ બધા એ તો જમવાનું પચાવી પણ નાખ્યું...

મધુબેન - લાગે છે તમારા વિચારો માં દુષ્કાળ પડ્યો છે.. હાથ ઉપાડવાની એક્શન માં મધુબહેન બોલ્યા-  હડકાયું કૂતરું તો નથી કરડયું ને... કે આવી અનાબ શનાબ વાતો કરો છો...

આટલું બોલ્યા પછી હસુકાકા એના રૂમ માં ગયા અને જૈનમ નોકરી એ ચાલ્યો ગયો.. આ બાજુ રેખા અને મધુબેન કામે વળગ્યા...

જૈનમ ઓફિસે ગયો..

ઓફિસે સૌપ્રથમ તો ચા મંગાવી અને એણે અને એના મિત્ર ચા પી રહ્યા હતા...  જૈનમ ને થોડો તપેલો જોઈને એના મિત્ર એ પૂછ્યું કાઈ થયું છે ભાઈ???

એણે વાત કરી કે પપા એ ઘરે મારી માટે હજુ એક બીજી ઘરવાળી લાવવાનું કહ્યું...

આ વાત કરતા જ એનો મિત્ર ના હાથ માંથી ચા ની ગન્ડેરી છટકી ગઈ...

શુ......????? બોલ્યો.... ફરી વાર બોલ તો.....

આમ કહી ને એનો મિત્ર એની સામે ટગર ટગર જોઈ રહ્યો...

અને બોલ્યો કે ભાઈ જૈનમ..... તારા પપા નું કાઈ છટકી તો નથી ગયું ને...  😂😂😂

શુ છટકે.. એમણે તો સવાર સવાર માં મારી અને રેખાની છટકાવી દીધી છે...

આ બાજુ ઘરમાં શાંતિ નો ઘંટ વાગી ગયો હતો.. કોઈ કોઈ બોલે કે ચાલે.. થોડી વાર પછી હસુકાકા બહાર નીકળ્યા...

એટલા મા જ મધુબેન ના પાડોશી હંસા બેન દોડતા દોડતા આવ્યા...

શુ થયું મધુ બહેન...?? તમારા ઘરમાંથી કૈક આવાજ આવતો હતો ને ?? શુ કાઈ ઝગડો થયો છે કે શું??

મધુબેન- હા.. હંસા બેન.. આ જોવો ને તમારા ભાઈ કેવી વાત કરે છે.. આ જૈનમ ના બીજા લગ્ન કરાવીને બીજી વહુ લઈ આવવાની વાત કરે છે..

હંસા બેન- શુ કહ્યું?? ફરીથી કહો તો..?? માણસ ને બીજી પત્નિ નો વિચાર આવતા સાંભળ્યો છે.. પણ બીજી વહુ નો વિચાર તો પેલી વખત સાંભળ્યું....

…….............................………………………………

આગળ શું થશે એ આપણે આવતા ભાગ માં જોઈશું.....


......પીયૂષકુમાર "પીયૂ"......



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ