વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદોનો મેઘો

વર્ષોથી બધિર બનેલ તારા કાનમાં, વર્ષાથી કોઈ શોર થયો કે નહીં?

ચૂંથાયેલ હૃદયની લાગણીના પીંછાંનો ફરી મોર થયો કે નહીં?


તનની જો હોય તો એને સાંખી પણ લઈએ,

તરસ્યાં તે આ મનનું શું કરીએ?


ઉઠી છે અગન મિલન તણી હ્રદયે

વિરહ તણા અશ્રુ સહારે ક્યાં લગી ઠરીયે?


ફરી એ જોગણની આંખમાં યાદોનો મેઘો ઘનઘોર થયો કે નહીં?

વર્ષોથી કોરોકટ થયેલ પાલવ એનો, પ્રેમ તરબોળ થયો કે નહીં?


શ્રાવણી હેલી છે આજ આભે નોંધાણી,

કે તારા આગમનની છે આ કોઈ એંધાણી.


શોધે છે જગ તને કંઈ કેટલીયે જગ્યાએ,

તારી હાજરી તો કાન્હા, કણ કણમાં સમાણી.



તો પણ આઠમે પ્રેમનું ઘેલું લગાવી, મહેમાન ઓણનો પોર થયો કે નહીં?

કળિયુગમાં પણ તું દરેક માનો નટખટ માખણચોર થયો કે નહીં?


- નિશાન એમ. પટેલ(સ્વાગત)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ