વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા સવપ્નનું ભારત

 મારા સ્વપ્ન નું ભારત


કેવી અદ્દભુત એ સવાર હશે,

જ્યારે દરેક બગીચામાં ખીલતું ગુલાબ હશે.


દરેક થાળી માં રોટી અને તન પર કપડાં હશે,

રહેવા ને ઘર અને વ્યક્તિ પગભર હશે.


ધર્મ ,જાતના કોઈ વાળા નહીં હોય,

માનવનો માનવતાજ ધર્મ અને કર્મ હશે.


નર અને નારી ના ભેદની તો વાત શું કરવી?

અહીં ગર્ભનો ભ્રુણ પણ સુરક્ષિત હશે.


સરહદનો તો કોઈ ડર નહીં હોય,

મારુ ભારત અંદરથી પણ સુરક્ષિત હશે.


મારા સ્વપ્નનું ભારત સાકાર થશે,

જ્યારે વચન નહીં માત્ર કર્મ હશે.


દિલેન સોલંકી "બિન્દુ"

માંડવી કચ્છ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ