વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ નૈ સારો !


" હેં, અલ્યા!.. વરસાદ કેવો હોય?"

નદીના પટમાં, ખોદાયેલી ખાડમાં,

હંગી રહેલા એક છોકરા એ બીજાને પૂછ્યું.


"વરસાદ? વરસા..દ..અ..છેને..હે!..હ..હાથી જેવો!"

વિદ્વાનની અદાથી બીજાએ કહ્યું

ને શરૂ કર્યું વરસાદનું વર્ણન-


"..પણ એને સૂંઢ એકડાંને બે મીંડા સો કરતાય ઝાઝી હોય!

હાથીની સૂંઢમાંથી પાણીનો ફુવારો થાય,

પણ વરસાદની સૂંઢમાંથી હવાનો ફૂફાડો થાય!

બધી સૂંઢમાંથી સામટો ફૂંફાડો મારે ને

તો વંટોળ ને વાવાઝોડું થાય! તાડના તાડ પડી જાય!

બતીનો થાંભલો વળી જાય,

આપણાં ઘરનાં પતરાં ઉડી જાય!

ડાકણનું ડેરું ને ખોડલનું ખપ્પર બધુંય ઉડી જાય!

આપણે બેઠાં ઈ ખાડો આખો ભરાઈ જાય!

પાણીથી નહીં, ધૂળને કચરાથી!

પાનસુર ને પતરાળાંથી!

માવાના કાગળ ને દારૂની કોથળીથી!

તુલસી, માણેકચંદની પડીકી ને બીડી-સિગરેટનાં ઠુઠાંથી!

આપણે બેઠાં રઈ તો આખા ડૂબી જાઈ!!.."


"હેં!.. એવો હોય?.. તો તો વરસાદ નૈ સારો!!"

કહેતાંક ધોવાને બદલે ધૂળ ઘસી,

ચડ્ડી ચડાવી, ચાલતાં થયાં!!...

                   –=०=–

--આખિર બિલાખી

———————————————————

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ